
Ahmedabad news: ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરના પહલગામમાં ગત મહિને આતંકવાદી હુમલા બાદ 27 નિર્દોષોનાં મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધતો ગયો અને ત્યારબાદ ભારત સરકારે પાકિસ્તાનના આતંકવાદીઓ વિરુદ્ધ જે ઑપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ દરમિયાન ભારતના ચોતરફ હુમલા બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે આવી પરંતુ આ દરમ્યાન રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોને એડવાઈઝરી જાહેર કરી હતી. સોલા સિવિલ હોસ્પિટલને ઈમરજન્સી સ્થિતિમાં તૈયાર રહેવા સલાહ અને સૂચનો આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્ય સરકારે આરોગ્ય વિભાગની સરકારી હોસ્પિટલોને એડવાઈઝરી જાહેર કરી તૈયાર કરવા સૂચનો આપી હતી. જે બાદ એસ.જી.હાઈવે પર આવેલા સોલા સિવિલ હોસ્પિટલના ટેરેસ ઉફર રેડ સિમ્બોલ બનાવવામાં આવ્યો છે. જેથી કદાચ કટોકટી અને ઈમરજન્સીના સમયે હોસ્પિટલનું લોકેશન ઓળખ થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન તમામ સરકારી હોસ્પિટલના ટેરેસ પર રેડ ક્રોસનો સિમ્બોલ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલના તમામ સ્ટાફની રજાઓ પણ સરકાર દ્વારા કેન્સલ કરવામાં આવી હતી.તેમજ દરેક વિભાગ ઈમરજન્સી,ICU ઓપરેશન થિયેટર, MRI,સીટી સ્કેન,એક્સ-રે તમામ વિભાગમાં સ્ટેન્ડ બાય રહેવા માટે પણ સલાહ ને સૂચનો આપવામાં આવ્યા હતા.