
Operation Sindoor બાદથી પાકિસ્તાન સતત ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. 7 મેથી લઇને અત્યાર સુધી પાકિસ્તાને સતત ભારત પર ડ્રોન હુમલા કર્યા છે પરંતુ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.
ભારતે શુક્રવારની રાત્રે શ્રીનગર એરપોર્ટ સહિત દેશના ઉત્તર અને પશ્ચિમમાં 26 સ્થાનો પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાને સતત ત્રીજી રાત્રે ભારતના કેટલાક શહેરોને નિશાન બનાવ્યા હતા. આ વખતે ઉત્તરી કાશ્મીરના બારામુલ્લાથી લઇને ભૂજને નિશાન બનાવવામાં આવ્યું હતું.