
પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા જવાબ આપ્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર હુમલા વધી ગયા છે. ભૂજથી જમ્મુ સુધી પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનનું F-16 ફાઇટર જેટ તોડી પાડ્યું
ભારતીય સેનાની એર ડિફેન્સ યૂનિટ્સે પાકિસ્તાનના એક F-16 ફાઇટર જેટને પણ તોડી પાડ્યું છે. આ કાર્યવાહી નિયંત્રણ રેખા પાસે કરવામાં આવી છે. જ્યારે પાકિસ્તાની જેટે ભારતીય હવાઇ સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.
ધરમશાળાથી ખેલાડીઓને દિલ્હી લાવવા માટે વંદે ભારત ટ્રેન રવાના
ધરમશાળામાં મેચ દરમિયાન અચાનક સુરક્ષાની સ્થિતિ બગડ્યા બાદ BCCIએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત પરત લાવવા માટે ખાસ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી છે. આ ટ્રેન ઉનાથી રવાના કરવામાં આવી છે જે ધરમશાળાના સૌથી નજીક રેલવે સ્ટેશનમાંથી એક છે. BCCIએ ખેલાડીઓને પ્રાથમિકતા પર દિલ્હી પહોંચાડવાના આદેશ આપ્યા છે.