ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતીય સેનાની અત્યાધુનિક S-400 એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય બની ભારતીય વાયુસેના માટે મજબૂત સુરક્ષા કવચ સાબિત થઈ રહી છે. ભારતીય સેનાએ બે પાકિસ્તાની JF-17 ફાઇટર જેટને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે તોડી પાડ્યા હતા. આ હુમલા પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાનના F-16 જેટને પણ તોડી પાડ્યું હતું, જે ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ ઘટનાઓ સાબિત કરે છે કે ભારતીય સેના દરેક મોરચે સંપૂર્ણપણે તૈયાર છે અને પાકિસ્તાનના કોઈપણ આક્રમણનો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે.

