Home / India : AAP claims raid on Bhagwant Mann's house in Delhi

દિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો AAPનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ

દિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો AAPનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. કપૂરથલા હાઉસમાં તપાસ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ચૂંટણી પંચે આ ઘટનાનો ઇનકાર કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ લગાવ્યો આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ એક્સ પર લખ્યુ, 'દિલ્હી પોલીસ ભગવંત માનજીના દિલ્હીના ઘરે રેડ કરવા પહોંચી ગઇ છે. ભાજપવાળા ધોળે દહાડે પૈસા, જૂતા, ચાદર વહેંચી રહ્યાં છે- તે દેખાતું નથી પણ એક ચૂંટાયેલા મુખ્યમંત્રીના ઘરે દરોડા પાડવા પહોંચી જાય છે. વાહ રે ભાજપ! દિલ્હીવાળા 5 તારીખે જવાબ આપશે!'

આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક દિવસ પહેલા પંજાબ હાઉસની બહાર એક શંકાસ્પદ ગાડી પકડાઇ હતી. દિલ્હી પોલીસે એક કારને જપ્ત કરી હતી જેમાં મોટી સંખ્યામાં કેશ, દારુ અને આમ આદમી પાર્ટીની પ્રચાર સામગ્રી મળી હતી. ગાડી પર 'પંજાબ સરકાર' લખેલુ હતું.

'AAP'એ આ ગાડી પકડાયા બાદ આરોપ લગાવ્યો હતો કે આ પંજાબમાં આપ સરકારને બદનામ કરવાનું ભાજપનું ષડયંત્ર છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે માંગ કરી હતી કે ચૂંટણી પંચે આ ઘટના ધ્યાનમાં લઇને દોષિતો પર કાર્યવાહી કરવી જોઇએ. 

Related News

Icon