
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે પાર્ટી બિહારમાં એકલા પોતાના દમ પર ચૂંટણી લડશે.દિલ્હીમાં પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ પાર્ટી સાથે આમ આદમી પાર્ટીનું કોઇ ગઠબંધન નથી. INDIA ગઠબંધન લોકસભા ચૂંટણી માટે જ હતું.
કેજરીવાલે શું કહ્યું?
ગુજરાતના પ્રવાસે આવેલા કેજરીવાલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું, "અમે બિહારમાં એકલા ચૂંટણી લડીશું, જીતીશું અને સરકાર બનાવીશું. અમે પંજાબમાં પણ આમ કરીને બતાવ્યું છે. ત્યા આવતી વખતે પણ અમારી સરકાર બનશે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં અમે ચૂંટણી જીતીને સરકાર બનાવીશું."
આ વર્ષના અંતમાં બિહારમાં યોજાશે વિધાનસભા ચૂંટણી
મહત્ત્વપૂર્ણ છે કે આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે જન સુરાજ પાર્ટીને આગામી ચૂંટણી માટે સ્કૂલ બેગ ચૂંટણી ચિહ્ન ફાળવ્યું છે. પાર્ટીના તમામ 243 ઉમેદવાર આ નિશાન પર ચૂંટણી મેદાનમાં ઉતરશે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટી JDU અને ભાજપનું ગઠબંધન છે. તેજસ્વી યાદવની RJD પણ મેદાનમાં છે. આ સિવાય ચિરાગ પાસવાન પણ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીએ પણ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.