
Madhya Pradesh Accident News : મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા-મેઘનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાતે લગભગ 2:00 વાગ્યે નિર્માણાધીન ઓવર બ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોતના અહેવાલ મળ્યાં છે.
માહિતી અનુસાર મૃતકોમાં આઠ લોકો થાંદલાની નજીક આવેલા શિવગઢ મહુદાના વતની હતા. જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો રહેવાશી હતી. આ તમામ લોકો એક જ પરિવારના હોવાનો દાવો કરાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
ઝાબુઆના પોલીસ અધિક્ષક પદ્મવિલોચન શુક્લા આ કેસની તપાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મેઘનગર તહસીલ વિસ્તાર હેઠળ સંજેલી રેલ્વે ક્રોસિંગ નજીક એક તૂટેલા રસ્તા પરથી ટ્રક નિર્માણાધીન રેલ ઓવર બ્રિજ (ROB) પાર કરી રહી હતી, ત્યારે તેનું સંતુલન ગુમાવ્યું અને તે એક કાર પર પલટી ગઈ.
ટ્રક સિમેન્ટથી ભરેલો હતો ત્યારે તે કાર પર પલટી ગયો. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ અકસ્માત મોડી રાત્રે લગભગ 2 વાગ્યે થયો હતો જ્યારે એક જ પરિવારના પીડિતો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.
મૃતકોના નામ :
1. મુકેશ પિતા ગોપાલ ખાપેડ (40)
2. સાવલી પત્ની મુકેશ ખાપેડ (35)
3. વિનોદ પિતા મુકેશ ખાપેડ (16)
4. પાયલના પિતા મુકેશ ખાપેડ (12)
5. માધી પતિ ભારુ બામણીયા (38)
6. વિજય ભારૂ બામણીયા (14)
7. કાંતા પિતા ભારૂ બામણીયા (14)
8. રાગિણી રામચંદ્ર બામણિયા (9)
9. અકાલી પત્ની સોમલા પરમાર (35)