
ભારતીય સેના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઈક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે. Opration Sindoor હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. જે બાદ શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયું છે. આટલું જ નહીં ભારતમાં અનેક ફ્લાઇટ્સ રદ પણ થઈ છે.
એર ઈન્ડિયાએ બપોરના 12 વાગ્યા સુધીની જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ચંડીગઢ, પંજાબ જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. જામનગર, ભુજ, રાજકોટ, જોધપુર, અમૃતસરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ઈન્ડિગોની પણ અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરાઇ છે કે તેઓ યાત્રા શરૂ કરતાં પહેલા ફ્લાઇટની જાણકારી મેળવી લે. રાજકોટ,ભુજ અને જામનગરની ફ્લાઈટ બપોર સુધી રદ કરવામાં આવી છે.