Home / India : Amit Shah React on Operation Sindoor

Operation Sindoor પહેલગામ હુમલામાં ભારતનો જવાબ, અમિત શાહે કહ્યું- અમને સશસ્ત્ર દળો પર ગર્વ

Operation Sindoor પહેલગામ હુમલામાં ભારતનો જવાબ, અમિત શાહે કહ્યું- અમને સશસ્ત્ર દળો પર ગર્વ

પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને જવાબ આપ્યો છે. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 9 આતંકી ઠેકાણાઓને ભારતે નષ્ટ કર્યા છે. ઓપરેશન સિંદૂરને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની પ્રતિક્રિયા આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Operation Sindoor ભારતનો જવાબ

અમિત શાહે સોશિયલ મીડિયા સાઇટ X પર ટ્વિટ કરતા લખ્યુ, "આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે. #ઓપરેશનસિંદૂર એ પહેલગામમાં આપણા નિર્દોષ ભાઈઓની ક્રૂર હત્યાનો ભારતનો જવાબ છે. મોદી સરકાર ભારત અને તેના લોકો પરના કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છે. ભારત આતંકવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે." 

ભારતે પહેલગામ હુમલાનો લીધો બદલો

ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઈક બાદ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતના હવાઈ હુમલામાં કુલ 90 થી વધુ આતંકીઓનો સફાયો થઇ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરિદકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. 

લશ્કર અને હિઝબુલના આતંકવાદી કેમ્પોનો કર્યો નાશ

જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત, ભારતે લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મુખ્યાલયનો પણ નાશ કર્યો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 ઠેકાણાઓનો નાશ કર્યો.

હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવેલા સ્થળોમાં બહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહ, તેહરા કલાનમાં સરજાલ, કોટલીમાં મરકઝ અબ્બાસ અને મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ કેમ્પનો સમાવેશ થાય છે. આ બધા જૈશ-એ-મોહમ્મદના કેમ્પ હતા.

Related News

Icon