Home / India : Big claim from advisor to Bangladesh's interim government

બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકારનો મોટો દાવો, PM નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસની મંત્રણા સફળ રહી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકારનો મોટો દાવો, PM નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસની મંત્રણા સફળ રહી

બાંગ્લાદેશ(Bangladesh)ની વચગાળાની સરકારના એક અન્ય સલાહકાર સુપ્રદીપ ચકમાએ કહ્યું હતું કે બેંગકોકમાં તાજેતરમાં યોજાયેલી બિમસ્ટેક શિખર પરિષદ સમયે નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે સફળ મંત્રણા યોજાઈ હતી.આ સાથે ચકમાએ કહ્યું હતું કે આ મંત્રણા ખરેખર સારૂં પરિણામ લાવશે. તેઓે બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય-સંગ્રામને પણ યાદ કરતાં કહ્યું કે બાંગ્લાદેશની આઝાદીના સમયથી બંને દેશો વચ્ચે મધુર સંબંધો રહ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 બંને નેતાઓ હાથમાં હાથ મિલાવી દેશને પ્રગતિના પંથે લઇ જવા એકમત થયા

એક અહેવાલ અનુસાર ચકમાએ આ પ્રમાણે કહેતાં જણાવ્યું હતું કે આ મંત્રણા દરમિયાન બંને નેતાઓ હાથમાં હાથ મિલાવી દેશને પ્રગતિના પંથે લઇ જવા એકમત થયા હતા.ચકમાએ વધુમાં કહ્યું કે હું બને દેશો વચ્ચેના સંબંધો આગળ વધશે તેમ ગંભીર રીતે માનું છું અને તે મંત્રણાઓ ફળદાયી પણ નિવડશે તે નિશ્ચિત છે.

 યુનુસ વાસ્તવિક્તા સમજ્યા છે, તેથી ભારત સાતે સંબંધો સુધારે છે?

તેઓએ વધુમાં કહ્યું બાંગ્લાદેશની બહુમતી (મુસ્લીમો) એ લઘુમતિ (હિન્દુઓ વ.) પ્રત્યે તેઓનું વલણ બદલવું જ જોઇએ. જે હવે ધીમે ધીમે બદલાઈ પણ રહ્યું છે. વિશ્લેષકો કહે છે કે એવું બન્યું જ હશે કે યુનુસની ચીનયાત્રા દરમિયાન તેઓને સારો પ્રતિભાવ નહી મળ્યો હોય. માલદીવના પ્રમુખને પણ આવો જ અનુભવ થયો હતો. બીજી તરફ મોહમ્મદ યુનુસને હવે ભાન આવ્યું છે કે ભારત સાથે સંબંધો બગાડવાથી તેને વ્યાપારમાં ભારે મોટી ખાધ પડે તેમ છે. તેથી રહી રહીને યુનુસ વાસ્તવિક્તા સમજ્યા છે, તેથી ભારત સાતે સંબંધો સુધારે છે.

Related News

Icon