
Bangladesh Violence : પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા સહિતની ઘટનાઓ બન્યા બાદ દેશભરમાં સેનાના કર્મચારીઓ અને સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને રાજધાની ઢાકામાં બહોળી સંખ્યામાં સૈનિકો તહેનાત કરાયા છે, જેના કારણે બાંગ્લાદેશમાં ફરી સત્તા પરિવર્તનની અફવાઓ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે, ત્યારે આ મુદ્દે વચગાળાના સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ અને સેના પ્રમુખ વકાર ઉજ જમાનને પણ કોઈ પ્રક્રિયા આપી નથી. એવું કહેવાય છે કે, કથિત ઘટનાઓના કારણે યુનુસ સતત વિરોધનો સામનો કરી રહ્યા છે, જેના કારણે સેના પ્રમુખ રડારમાં છે.
બાંગ્લાદેશમાં તખ્તાપલટની અટકળો તેજ
પડોશી દેશમાં સેનાની સતત બેઠકો યોજાતા અફવાઓને વધુ તેજ બનાવી દીધી છે. એવું કહેવાય છે કે, સેના પ્રમુખ પાસે દેશની રાજકીય સ્થિતિ અંગે જરુરી માહિતી નથી. સેના પ્રમુખ દેશમાં થતાં આતંકી હુમલા વિરુદ્ધ ચેતવણી પણ આપી છે. આ સાથે દેશમાં સાવધાની અને સુરક્ષા વધારવાનો પણ આદેશ આપ્યો છે.
સેના પ્રમુખ - સરકાર વચ્ચે મતભેદ?
ગત સપ્તાહે સેના પ્રમુખે ટોચના સહયોગીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ સત્તાધારી પક્ષોની ટિપ્પણીઓને કારણે રાજકીય વિશ્લેષકોએ સેના પ્રમુખ અને સરકાર વચ્ચે મતભેદ હોવાનું અનુમાન લગાવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં દેશમાં વધી રહેલા ઉગ્રવાદ વચ્ચે સુરક્ષાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી છે.
વચગાળાની નવી સરકાર બનાવવાની તૈયારી?
મહત્ત્વની વાત એ છે કે, વિદ્યાર્થી સંગઠન આમા બાંગ્લાદેશ પાર્ટીના મહાસચિવ અસદુજ્જમાં ફુઆદે આક્ષેપ કર્યો છે કે, સેના પ્રમુખ રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીન સાથે મળીને નવી વચગાળાની સરકાર બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તમે જોઈ શકો છો કે, સેના પ્રમુખ કેટલીક કહેવાતી બેઠકો યોજી રહ્યા છે અને નવા ષડયંત્ર પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ હેઠળ નવી વચગાળાની સરકાર કેવી રીતે બનાવી શકા, તે મુદ્દે ધ્યાન આપી રહ્યા છે. સેના પ્રમુખ રાષ્ટ્રપતિ શેખ હસીનાનો ગુલામ છે. જો તમે શહાબુદ્દીન સાથે દેશ ચલાવાનો પ્રયાસ કરશો તો લાખો અબૂ સૈયદ પોતાનો જીવ દઈ દેશે અને છાવણીને ઉખાડી ફેંકશે. બાંગ્લાદેશ સાથેના કોઈપણ વિવાદમાં ન પડો.’
વિદ્યાર્થીઓના આંદોલન બાદ સત્તા પરિવર્તન
ઉલ્લેખનીય છે કે, વર્ષ-2024માં બાંગ્લાદેશમાં અનામત મુદ્દે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર દેખાવો કર્યા હતા, ત્યાર બાદ વિરોધ હિંસક બની ગયું હતું, જેના કારણે તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાએ પદ છોડીને ભારત જતું રહેવું પડ્યું હતું.
‘...તો અમારે સત્તા સંભાળી લેવી પડશે’ ભૂમિ સેનાના વડાએ આપી હતી ચેતવણી
આ પહેલા ફેબ્રુઆરીમાં બાંગ્લાદેશની ભૂમિ સેનાના વડા જનરલ વકાર ઉજ જમાનએ કહ્યું હતું કે, દેશમાં જે રીતે આંતર કલહ વ્યાપી રહ્યો છે અને જે અંધાધૂંધી પ્રવર્તે છે, તે સ્થિતિમાં સેનાએ તેની ભૂમિકા ભજવવી પડશે. આપણે જો આપસી મતભેદોથી આગળ નહીં વધીએ તો દેશની એકતા અને અખંડિતતા ઉપર ખતરો ઊભો થશે. આપસમાં જ જો લડતા રહીશું તો દેશની એકતા કેમ જળવાઈ શકશે ? આ પરિસ્થિતિ માટે સૌ એક બીજા ઉપર કીચડ ઉડાડી રહ્યા છે. તેનો ફાયદો ઊઠાવી અરાજક તત્વો હિંસક ઘટનાઓ કરી રહ્યાં છે. વાસ્તવમાં અમારું કામ દેશની આંતરિક વ્યવસ્થા સંભાળવાનું નથી. પરંતુ જો પરિસ્થિતિ નહીં સુધરે તો અમારે તેમ કરવું પડશે. સેના તુર્ત જ સત્તા સંભાળી લે. પરંતુ જો પરિસ્થિતિ આમ ને આમ ચાલુ રહી તો સેના મહત્વની ભૂમિકા ભજવે પણ ખરી તે તદ્દન નકારી શકાય તેમ નથી.
કોણ છે સેનાના વડા ઉજ જમાન શેખ?
જનરલ વકાર ઉજ જમાન શેખ હસીનાના નિકટવર્તી મનાય છે. તેઓ હસીનાના દૂરના સગા પણ છે. શેખ હસીનાએ તેઓને આર્મીના વડાપદે નિયુક્ત કરાવ્યા હતા. તેથી જો સ્થિતિ ન સુધરે તો આર્મી કંટ્રોલ પણ સ્થાપે છે. તેમાં શેખ હસીનાની પાર્ટી આવામી લીગની પણ ભૂમિકા વધી જશે. જો આમ થશે તો બાંગ્લાદેશમા ચિત્ર બદલવાની સંભાવના નકારી પણ શકાય નહીં.