રાજ્યસભા સાંસદ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સંગઠનમાં મોટો ફેરબદલ કર્યો છે. ભાજપે 24 રાજ્યોના પ્રભારી નિયુક્ત કર્યા છે. જેમાં ડૉ. મહેન્દ્ર સિંહને મધ્ય પ્રદેશના પ્રભારી, વિનોદ તાવડેને બિહારના પ્રભારી, શ્રીકાંત શર્માને હિમાચલ પ્રદેશના પ્રભારી, ડૉ. સતીશ પુનિયાને હરિયાણાના પ્રભારી, લક્ષ્મીકાંત વાજપેયીને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

