ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર ઘોલથીર ખાતે એક ભયાનક માર્ગ અકસ્માતની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક બસ અલકનંદા નદીમાં પડી ગઈ હતી, જેના કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. બચાવ ટીમ બચાવ કામગીરી શરૂ કરવા માટે ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
બસમાં 18 મુસાફરો હતા, 2 ના મોત
ઘટના સ્થળે SDRF, પોલીસ દળ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો રાહત કાર્યમાં રોકાયેલી છે. સમગ્ર કામગીરી વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ સામાન્ય લોકોને ધીરજ રાખવા અને કોઈપણ પ્રકારની ભ્રામક કે અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી રહી છે.