
૨૭ વર્ષની લાંબી રાહ પછી દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી વાપસી કરતી દેખાય છે. શરૂઆતના વલણોમાં ભાજપ 43 બેઠકો પર આગળ છે. તે જ સમયે, દિલ્હીમાં સતત બે વખત સરકાર ચલાવનાર આમ આદમી પાર્ટી 28 બેઠકો સુધી સિમિત રહી હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં સતત ત્રીજી વખત કોંગ્રેસનું ખાતું ખુલે તેવી પણ શક્યતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપની આ મોટી જીતની ઉજવણી કરશે.
કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી દિલ્હીમાં યોજાયેલી બે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કોઈ તક મળી નહોતી. પરંતુ આ વખતે ભાજપ તરફથી પીએમ મોદીએ કરેલો પ્રચાર ભાજપ માટે તક લાવ્યો છે. દિલ્હી વિધાનસભામાં 27 વર્ષ બાદ ભાજપની વાપસી થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપની આ મોટી જીતની ઉજવણી કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પીએમ મોદી આજે સાંજે 6 વાગ્યે કાર્યકરોને સંબોધિત કરશે.
સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં નહીં પરંતુ દિલ્હી ભાજપ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધવા જશે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે ભાજપનું પ્રદેશ કાર્યાલય પંડિત પંત માર્ગ પર આવેલું છે.