
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવતી દેખાય છે, જ્યારે આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓની હાર દેખાઈ રહી છે.
આ દરમિયાન, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગયા છે. તો કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોનિયા ગાંધીના ૧૦ જનપથ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા છે.
ચૂંટણી પરિણામોના વલણ વચ્ચે ઓચિંતાના સંજય સિંહનું કેજરીવાલના ઘરે જવું અને રાહુલ ગાંધીની સોનિયા ગાંધી સાથેની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બધાની નજર પરિણામો અને આંકડાઓ પર ટકેલી છે. આગામી થોડા કલાકોમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયા પછી નેતાઓની પ્રતિક્રિયાઓ આવશે.
જણાવી દઈએ કે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, જેમાં 60.54% મતદાન નોંધાયું હતું. મત ગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજધાનીના ૧૯ મતગણતરી કેન્દ્રો પર ત્રણ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરેક કેન્દ્ર પર અર્ધલશ્કરી દળોની બે કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
આ ચૂંટણીમાં ભાજપની સ્થિતિ મજબૂત લાગે છે. એક્ઝિટ પોલમાં પણ ભાજપને બહુમતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જો એક્ઝિટ પોલા સાચા પડશે તો 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપનું પુનરાગમન થશે. બધાની નજર અંતિમ પરિણામો પર ટકેલી કે દિલ્હીમાં સત્તા કોને મળે છે.