
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર મતદાન પાંચ ફેબ્રુઆરીએ થયું હતું. ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. દિલ્હીની તિમારપુર વિધાનસભા બેઠક પર આમ આદી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસપ્રદ ટક્કર છે. આ વખતે તિમારપુર વિધાનસભા બેઠક પર AAPએ સુરિંદરપાલ સિંહ બિટ્ટુ, ભાજપે સૂર્યા પ્રકાશ ખત્રી અને કોંગ્રેસે લોકેન્દ્ર ચૌધરી પર દાંવ લગાવ્યો છે. 2020ની ચૂંટણીમાં આ બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.
ખાસ વાત આ છે કે તિમારપુર બેઠક પર જે ચૂંટણી જીતે છે તે પાર્ટીની જ સરકાર દિલ્હીમાં બને છે. આવું મોટાભાગની ચૂંટણીમાં જોવા મળ્યું છે. આ બેઠક પર છેલ્લી ત્રણ ચૂંટણીથી આમ આદમી પાર્ટી જીતી રહી છે.
1993 પછી ભાજપને નથી મળી જીત
તિમારપુર દિલ્હીની વિધાનસભા નંબર 3 છે. તિમારપુર ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા વિસ્તારનો ભાગ છે. આ બેઠક પર 1993માં ભાજપે જીત મેળવી હતી અને તે બાદથી પાર્ટી આ બેઠક પર જીતી શકી નથી. કોંગ્રેસ આ બેઠક પર 1998,2003 અને 2008ની ચૂંટણી જીતી હતી જ્યારે આમ આદમી પાર્ટી છેલ્લી ત્રણ ચૂંટણી 2013,2015 અને 2020થી અહીંથી જીતી રહી છે.
તિમારપુરમાં ક્યારે કોણ જીત્યું?
1993 રાજેન્દ્ર ગુપ્તા- ભાજપ
1998 જગદીશ આનંદ-કોંગ્રેસ
2003 સુરિંદર પાલ સિંહ (બિટ્ટુ)-કોંગ્રેસ
2008 સુરિંદર પાલ સિંહ (બિટ્ટુ)-કોંગ્રેસ
2013 હરીશ ખન્ના-આપ
2015 પંકજ પુષ્કર-આપ
2020 દિલીપ પાંડે- આપ