હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, પાર્વતી નદી ગાંડીતૂર બની છે. જો કે, અત્યારસુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ભારે વરસાદના કારણે 20થી 25 વાહનોને નુકસાન થયું છે. જનજીવન ખોરવાયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે.

