
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ ભારતીય સેના તરફથી કરવામાં આવેલા Operation Sindoor પર સવાલ ઉઠાવ્યા છે અને આતંકીઓને ઠાર મારવાના પુરાવા માંગ્યા છે. રાશિદ અલ્વીએ કહ્યું કે, શું આ કાર્યવાહીથી કોઇ આતંકવાદીનું મોત થયું છે? સેના, નૌકાદળ અને વાયુસેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 સ્થળોને નિશાન બનાવ્યા હતા.એવું કહેવાય છે કે આતંકવાદી સંગઠનોના નેતાઓ ખાસ કરીને ભારતના રડાર પર હતા.
કોંગ્રેસના નેતાએ Operation Sindoor પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું, "આનાથી વધારે જવાબ આપવો જરૂરી છે. આપણી સેનાએ ભારત સરકારે જે કહ્યું તે કર્યું.ફરી તે જ સવાલ ઉભો થાય છે કે શું આતંકવાદીઓને ચૂંટી ચૂંટીને મારવામાં આવ્યા છે. શું ફરી પહેલગામ જેવો હુમલો નહીં થાય? થોડા દિવસે કંઇકને કંઇક ઘટના બની જાય છે."
કોંગ્રેસના નેતાએ કહ્યું કે,"આ એક એવી તક છે જ્યારે વડાપ્રધાન મોદીએ જે કંઇ પણ કહ્યું હતું કે અમે આતંકીઓની બાકી રહેલી જમીન ખતમ કરી નાખીશું, અમે તેમના આકાઓને ખતમ કરી નાખીશું. જો આવું થયું છે તો ઘણુ સારૂ છે. અમે તો માત્ર વડાપ્રધાનને પૂછવા માંગીએ છીએ કે જે તમે કહ્યું હતું તે શું પુરૂ થઇ ગયું?'
પહેલગામ આતંકી હુમલાનો ભારતે લીધો બદલો
22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામા 26 લોકોના મોત બાદ ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને બદલો લઇ લીધો છે. આ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓના સામેલ થવાની વાત સામે આવતી હતી.