Home / India : congress Rahul gandhi Kharge wrote a letter to PM Modi

કોંગ્રેસે Pahalgam Attack મુદ્દે વિશેષ સત્ર બોલાવવા કરી માંગ, રાહુલ- ખડગેએ PM મોદીને લખ્યો પત્ર

કોંગ્રેસે Pahalgam Attack મુદ્દે વિશેષ સત્ર બોલાવવા કરી માંગ, રાહુલ- ખડગેએ PM મોદીને લખ્યો પત્ર

Pahalgam Terror Attack બાદ ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે. જેથી આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિ વ્યક્ત કરી શકાય. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવા વિનંતી કરી છે. પત્રમાં લખ્યું છે કે, 'આ નિર્ણાયક સમયે ભારતે બતાવવું જોઈએ કે આપણે હંમેશા આતંકવાદ સામે એક છીએ.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store


 
અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે. આ પત્ર શેર કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાત્રે વડાપ્રધાનને પત્ર લખીને વિનંતી કરી હતી કે, 22મી એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા ક્રૂર આતંકી હુમલાથી ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સામૂહિક ઇચ્છાશક્તિ દર્શાવવા માટે શક્ય તેટલી વહેલી તકે સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવામાં આવે.'

ખડગેએ પત્રમાં લખ્યું કે, 'આ સમયે એકતા જરૂરી છે અને આવી સ્થિતિમાં વિપક્ષ માને છે કે સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવું જોઈએ. આ 22મી એપ્રિલ 2025ના રોજ પહલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ક્રૂર આતંકી હુમલાનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિની મજબૂત અભિવ્યક્તિ હશે. અમને આશા છે કે સત્ર બોલાવવામાં આવશે.'

પહેલગામ આતંકી હુમલા સામે આક્રોશ

ઉલ્લેખનીય છે કે, 22મી એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.  મૃતકોમાં મોટાભાગના ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપપ્રમુખ જેડી વેન્સ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટોર્મર, ઈટલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સહિત વૈશ્વિક નેતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને ભારત સાથે સંવેદના અને સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી.

Related News

Icon