
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. દિલ્હીની તમામ 70 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. દિલ્હીના 1.56 કરોડ વોટર્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને 700 ઉમેદવારોના નસીબનો નિર્ણય કરશે. ચૂંટણીનું પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર થશે.
પ્રથમ 2 કલાકમાં મતદાનમાં મુસ્તફાબાદ સૌથી આગળ
દિલ્હી વિધાનસભામાં પ્રથમ 2 કલાકના વોટિંગનું ટર્નઆઉટ સામે આવ્યું છે. સવારે 9 વાગ્યા સુધી સૌથી વધુ મતદાન મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પર થયું છે. આ વિસ્તારમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ દિલ્હી રમખાણના આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપી છે. ભાજપે કરાવલ નગરના વર્તમાન ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્યના પુત્ર હસન મેહદીને ટિકિટ આપી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આપ્યો મત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં પોતાનો મત આપ્યો હતો.
https://twitter.com/ANI/status/1886982814606004473
દિલ્હીના મુખ્યમંત્રીએ કર્યું મતદાન
દિલ્હીના મુખ્યમંત્રી અને કાલકાજી વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર આતિશીએ કાલકાજીના એક મતદાન મથક પર જઇને મત આપ્યો હતો. આ દરમિયાન તેમને કહ્યું, 'ધર્મયુદ્ધમાં ભગવાન અમારી સાથે છે. ધર્મયુદ્ધમાં કામ અને સત્યની જીત થશે. આ ચૂંટણીમાં ભાજપ અને દિલ્હી પોલીસે ગુંડાગર્દી કરી છે. ચૂંટણીમાં દિલ્હી પોલીસે ભાજપની મદદ કરી છે.
https://twitter.com/ANI/status/1886986171252924878
રાહુલ ગાંધીએ કર્યું મતદાન
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સીનિયર લીડર રાહુલ ગાંધી વોટ નાખવા માટે નિર્માણ ભવન પોલિંગ સ્ટેશન પર પહોંચ્યા હતા જ્યાં તેમને પોતાના મતાધિકારનો પ્રયોગ કરતા મત આપ્યો હતો.
https://twitter.com/ANI/status/1886970811267060209
વોટિંગ તમારા બાળકોના ભવિષ્યનો સવાલ- કેજરીવાલ
આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યું, 'દિલ્હીવાસીઓ આજે વોટનો દિવસ છે. તમારો વોટ માત્ર એક બટન નથી, આ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. સારી સ્કૂલ, સારી હોસ્પિટલ અને દરેક પરિવારને સન્માનજનક જીવન આપવાની તક છે. આજે અમે જૂઠ, નફરત અને ડરની રાજનીતિને હરાવીને સત્ય, વિકાસ અને ઇમાનદારીને જીતાડવાની છે. ખુદ પણ વોટ કરો અને પોતાના પરિવાર, મિત્ર, પાડોશીઓને પણ પ્રેરિત કરો. ગુંડાગર્દી હારશે, દિલ્હી જીતશે.
https://twitter.com/ArvindKejriwal/status/1886968798554808485