
દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ધારાસભ્ય દિનેશ મોહનિયા વિરુદ્ધ મહિલાની છેડતી કરવાના આરોપમાં FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્યએ એક મહિલાને ફ્લાઈંગ કિસ આપી હતી.
દિલ્હીમાં આજે મતદાન
ઘટનાના વીડિયોના આધારે પોલીસે મહિલાની ફરિયાદ પર વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં આ મામલે ધારાસભ્ય તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ખરેખર 5 ફેબ્રુઆરીએ દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પરંતુ એ વચ્ચે જ સંગમ વિહારના ધારાસભ્ય મોહનિયા વિરુદ્ધ કેસ દાખલ થઈ ગયો છે.
https://twitter.com/ANI/status/1886964815203275194
કદાવર નેતા છે મોહનિયા
સંગમ વિહાર દક્ષિણ દિલ્હી લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા 10 વિધાનસભા મતવિસ્તારોમાંથી એક છે. અહીંથી દિનેશ મોહનિયાએ આમ આદમી પાર્ટીની ટિકિટ પર હેટ્રિક ફટકારી ચૂક્યા છે. પાર્ટીએ ચોથી વખત મોહનિયા પર દાવ લગાવ્યો છે. જ્યારે સંગમ વિહાર મતવિસ્તારમાં ભાજપે ચંદન કુમાર ચૌધરીને અને કોંગ્રેસે હર્ષ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.