
ઈન્કમટેક્સ વિભાગે ઓડિશામાં ગેરકાયદેસર રીતે મેળવેલી 200 કરોડની કાળી કમાણીથી ખરીદેલી મિલકતોને ટાંચમાં લીધી છે. આઈટી વિભાગે ભુવનેશ્વરમાં 10 હાઈ-વેલ્યુ એપાર્ટમેન્ટ અને કટક જિલ્લાના અથાગઢમાં 11.2 એકર જમીનની હંગામી રીતે અટેચમેન્ટની છે. આ સંપત્તિઓ દિલ્હીમાં રહેતા ઓડિશાના કારોબારી તપસ રંજન પાંડાના બેનામી ખાતાથી ખરીદવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, તપસ રંજન પાંડાએ પોતાની કાળી કમાણી છૂપાવવા માટે બેનામી કંપનીઓના નામે જમીન અને ફલેટ ખરીદ્યા હતા. આ કંપનીઓનું નિયંત્રણ પાંડાએ સંબંધીઓ અને કર્મચારીઓના હાથોમાં હતી, પરંતુ અસલી માલિક પોતે જ હતો.
કૌભાંડ કઈ રીતે આચરાયું?
આઈટી વિભાગની તપાસમાં સામે આવ્યું કે, તપસ રંજન પાંડાએ જાજપુર જિલ્લાની ધર્મશાળામાં ડંકારી પર્વત પર ગેરકાયદે રીતે પથ્થરોનું ખનન કર્યું હતું. રાજ્ય સરકારે વર્ષ-2014 પછીથી આ સ્થળે કોઈને પણ ખોદકામની મંજૂરી નહોતી આપી, પરંતુ આમ છતાં તપસ પાંડાએ ત્યાંથી ખોદકામ કરેલા પથ્થરોના 200 કરોડ રૂપિયામાં ઘણા ખરીદદારોને વેચાણ કર્યું હતું.
કાળાં નાણાંને સફેદ બનાવવાનું કૌભાંડ
મળતી માહિતી અનુસાર, તપાસ પાંડાએ નકલી ઈનકમ ટેક્સ અને જીએસટી રિટર્ન દાખલ કરી પોતાના ગેરકાયદે વેપારને સત્ય દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને નકલી બીલિંગથી પોતાની બેનામી સંપત્તિઓને સફેદ ધનમાં બદલવાનું કાવતરું રચ્યું હતું.
બેનામી સંપત્તિનું જાળ
મળતી માહિતી અનુસાર, તપસ પાંડાએ પોતાના ગેરકાયદે કમાણીને સંતાડવા માટે બે બેનામી કંપનીઓના નામ પર જમીન અને ફલેટ ખરીદ્યા હતા. આ કંપનીઓનું સંચાલન પાંડાના સંબંધીઓ અને કર્મચારીઓના હાથોમાં હતું, પરંતુ અસલી માલિક પાંડા પોતે હતો. આ નાણાંથી પાંડાએ ભુવનેશ્વર, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં ઘણા ફલેટ્સ અને કટક તેમજ ભદ્રકમાં જમીન ખરીદી હતી. બાદમાં જટીલ લેવડ-દેવડથી આ સંપત્તિઓને પોતાની અને પત્નીના નામે ટ્રાંસફર કરી લીધી હતી.
ઓડિશામાં ખાણ માફિયાઓ સામે તવાઈ
ઓડિશા દેશનું સૌથી મોટું માયનર મિનરલ ઉત્પાદન કરતું રાજ્ય છે. પરંતુ અહીં ગેરકાયદે ધમધમતી ખાણો વધી રહી છે. આ કારણે ઓડિશા રાજ્ય સરકારે તાજેતરમાં મોટાપામે દરોડા ઝૂંબેશ ચલાવ્યું છે. જેમાં 360 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 524 વાહનોને જપ્ત કર્યા છે. આ કાર્યવાહી હેઠળ સમગ્ર રાજ્યમાં 456 કેસ નોંધાવ્યા છે અને ખાણ માફિયાઓ પર સકંજો કસવામાં આવ્યો છે. પોલીસ અને ખાણ વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે ઘણા વિસ્તારોમાં દરોડા માર્યા અને ગેરકાયદે ખનનના મોટા નેટવર્કને ઝડપી લીધું હતું.
આઈટી વિભાગનો ગાળિયો
બેનામી ટ્રાંઝેક્શન અમેડમેન્ટ એક્ટ-2016 હેઠળ ઈનકમ ટેક્સ વિભાગે આ સંપત્તિઓને હંગામી રીતે 90 દિવસ માટે ટાંચમાં લીધી છે. જો તપાસમાં આ સંપૂર્ણ રીતે બેનામી સંપત્તિ પુરવાર સાબિત કરી દેવામાં આવે તો આ સરકારી સંપત્તિમાં તબદીલ થઈ જશે. આ કાયદા હેઠળ દોષિતોને એકથી 7 વર્ષની આકરી કેદ અને સંપત્તિનું બજાર મૂલ્યના 25 ટકા સુધીનો દંડ થઈ શકે છે.