
Delhi IMD: અત્યારે દેશની રાજધાની દિલ્હી-એનસીઆરના લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે. આકરો તડકો અને ભેજથી લોકોની હાલત ખરાબ છે. જલ્દી જ લોકોને આનાથી રાહત મળવાની છે. આગામી 48 કલાકમાં મૉન્સૂન દિલ્હી-એનસીઆરમાં સત્તાવાર રીતે બેસી જશે. જે બાદ વરસાદ વરસવાનો શરૂ થશે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં મૉન્સૂનને લઈ એલર્ટ પણ જાહેર કરી દીધું છે.
ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
IMD અનુસાર, મૉન્સૂન 22થી 26 જૂનની વચ્ચે મધ્ય પ્રદેશ, ઉત્તર પશ્ચિમ ભારત અને ગોવા પહોંચશે. ત્યારબાદ અહીં ભારત વરસાદ શરૂ થશે. આ ઉપરાંત ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગામી આશરે 5 દિવસ સુધી વરસાદ વરસતો રહેશે. જ્યારે બીજા બે દિવસ મૉન્સૂન દિલ્હી-એનસીઆર, ચંડીગઢ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં આવશે.
દિલ્હી એનસીઆરમાં 48 કલાકમાં હવામાન બદલાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં દિલ્હી એનસીઆરમાં હવામાન બદલાશે. આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા અને ફરીદાબાદ સહિત સમગ્ર એનસીઆરમાં વરસાદ પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ પછી લગભગ 10 દિવસ સુધી હવામાન એવું જ રહેશે.
આ રાજ્યોમાં ભારે વરસાદ
હવામાન વિભાગનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. આ રાજ્યોમાં અત્યાર સુધીમાં ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેવી જ રીતે, આસામ અને મેઘાલય, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક, કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને યાનમમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.