Home / India : FIR against Delhi CM Atishi and BJP leader Ramesh Bidhuri's son

દિલ્હી CM આતિશી અને ભાજપ નેતા રમેશ બિધુરીના પુત્ર વિરુદ્ધ FIR, મતદાન પહેલા વકર્યો વિવાદ

દિલ્હી CM આતિશી અને ભાજપ નેતા રમેશ બિધુરીના પુત્ર વિરુદ્ધ FIR, મતદાન પહેલા વકર્યો વિવાદ

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. પરંતુ નેતાઓ અને કાર્યકરો ઘરે બેસવા તૈયાર નથી. આખી રાત દિલ્હીમાં ઘણી જગ્યાએ ધમાલ મચી હતી. મુખ્યમંત્રી આતિશીના બેઠક કાલકાજીમાં સૌથી વધુ હંગામો થયો હતો. પોલીસે ગોવિંદપુરી સ્ટેશન પર મુખ્યમંત્રી આતિશી, તેના સમર્થકો અને રમેશ બિધુરીના પુત્ર વિરુદ્ધ FIR નોંધી છે. આ બધા સામે આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સીએમ આતિશીએ ભાજપના ઉમેદવાર પર લગાવ્યા આરોપ

મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' મોડી રાત્રે પોસ્ટ કરીને લગાવ્યો કે, 'ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીના પુત્ર મશીન બિધુરી અને તેમના પરિવારના ઘણાં સભ્યો ઝૂંપડપટ્ટીમાં ફરતા હતા અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.' તેમણે ચૂંટણી પંચ પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, ડીસીપી સાઉથ ઈસ્ટે આ માહિતી આપી હતી કે મનીષ બિધુરી વિરુદ્ધ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. 
 

દિલ્હીના મુખ્યમંત્રી સામે પણ કેસ નોંધાયો

દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર (આતિષી) પણ 50-70 લોકો અને 10 વાહનો સાથે આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. ચોથી ફેબ્રુઆરીએ રાત્રે કાલકાજી બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર 50-70 લોકો અને વાહનો સાથે ફતેહ સિંહ માર્ગ પર હતા. આચારસંહિતાના કારણે પોલીસે તેમને ત્યાંથી જવા કહ્યું. ફ્લાઈંગ સ્ક્વોડ ટીમની ફરિયાદ પર, ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં BNS અને RP એક્ટ 126 ની કલમ 223 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Related News

Icon