
આપણા દેશમાં વકફ સંશોધન બિલને લઈ સંસદથી લઈ માર્ગ સુધી ચર્ચા છેડાયેલી છે. લઘુમતી મામલાના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે આ બિલ લોકસભામાં રજૂ કર્યું છે. જે બાદ વિપક્ષે સરકાર પર લઘુમતીઓને બદનામ કરવા અને તેઓના અધિકાર છીનવી લેવાનો આરોપ મૂક્યો છે. આ બિલનો હેતુ વકફ બોર્ડોની વહીવટી વ્યવસ્થા અને સંગઠન માળખામાં ફેરફાર કરવાનો છે. મહત્ત્વનું છે કે, વકફ ઈસ્લામિક સંપત્તિઓ અને દાન એક સ્થાયી રૂપ હોય છે. વિશ્વના ઘણા દેશોમાં જુદીજુદી વ્યવસ્થાઓ હેઠળ આને સંચાલન કરાય છે. ભારતમાં આ ચર્ચા ચાલી રહી છે કે વકફ સંપત્તિઓનો વહીવટ કઈ રીતે થવો જોઈએ, તો આવામાં એ પણ સમજવું રસપ્રદ રહેશે કે, બીજા દેશોમાં વકફની સ્થિતિ શું છે.
વકફ શું છે?
વકફ ઈસ્લામી કાયદાનો એક મહત્ત્વનો હિસ્સો છે, જેન હેઠળ જમીન, ઈમારતો, રોકડ રકમ અને બીજી સંપત્તિઓ ધાર્મિક અને સામાજિક કલ્યાણ માટે દાન કરાતી હોય છે. વકફ પ્રણાલીની જડ અરબ, મુગલ અને ઉસ્માની એટલે કે, ઓટોમન સામ્રાજ્ય સાથે સંકળાયેલ છે. જુદાજુદા દેશોમાં વકફ મેનેજમેન્ટનું સ્વરૂપ ત્યાંના ઈતિહાસ, સંસ્કૃતિ અને રાજકીય પરિદ્રશ્ય પર નિર્ભર કરે છે. કેટલાક દેશોમાં આને સરકારી સંસ્થાઓ દ્વારા કાબૂ કરાય છે, તો કેટલીક જગ્યાએ ધાર્મિક સંસ્થાઓ આનું સંચાલન કરે છે.
ઈન્ડોનેશિયા અને મલેશિયામાં વકફ મેનેજમેન્ટ
સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં, વકફ મિલકતોનું સંચાલન બદન વકફ ઇન્ડોનેશિયા દ્વારા કરવામાં આવે છે, જ્યારે મલેશિયામાં, ઈસ્લામિક ધાર્મિક પરિષદો આ કાર્ય સંભાળે છે. સાઉદી અરેબિયામાં વકફ સિસ્ટમ ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળો મક્કા અને મદીનાની દેખરેખ રાખતું સાઉદી અરેબિયા 1966થી રાજ્ય સ્તરે વકફ મિલકતોનું સંચાલન કરી રહ્યું છે. 2016માં, વકફ મિલકતોની દેખરેખ માટે જનરલ ઓથોરિટી ફોર અવકફ, અથવા GAA નામની એક સંસ્થાની રચના કરવામાં આવી હતી.
ભારતમાં વકફ સિસ્ટમ
ભારતમાં વકફ મેનેજમેન્ટ વકફ અધિનિયમ વર્ષ-1995 હેઠળ થાય છે, જેમાં 2013માં સુધારો કરવામાં આવ્યો હતો. રાજ્ય વકફ બોર્ડ અને કેન્દ્રીય વકફ પરિષદ સમગ્ર દેશમાં આ વ્યવસ્થાનું નિયમન કરે છે. ભારતમાં વકફ મિલકતોની સંખ્યા ખૂબ મોટી છે, જેમાં 8,72,000 થી વધુ મિલકતો વકફ હેઠળ આવે છે, જે તેને વિશ્વના સૌથી મોટા વકફ નેટવર્કમાંનું એક બનાવે છે.
ઈજિપ્ત અને તુર્કીમાં વકફનું વહીવટ ઈજિપ્તમાં અવકાફ મંત્રાલય સખાવતી અને સામાજિક હેતુઓ માટે વકફ મિલકતોનું સંચાલન કરે છે. તુર્કીમાં, જનરલ ડિરેક્ટોરેટ ફાઉન્ડેશનો દ્વારા વક્ફનું સંચાલન કરે છે, જે ઓટ્ટોમન સામ્રાજ્યના સમયની પરંપરાઓનું આધુનિક સંસ્કરણ છે.
દેશમાં નવા વકફ સંશોધન બિલ પર હોબાળો શા માટે ?
સંસદમાં રજૂ કરાયેલા નવા વક્ફ સંશોધન બિલ હેઠળ વકફની સંપત્તિઓને લઈ ઘણા પરિવર્તન કરવાના ઠરાવ છે. આ બિલ લાગુ થતા વકફ બોર્ડની સંપત્તિના સંપાદન અને વહીવટમાં સીમિત શક્તિઓ મળી શકે છે. સરકારનો દાવો છે કે, આ બિલ પારદર્શકતા લાવશે, જ્યારે વિપક્ષ આને લઘુમતીઓ વિરુદ્ધ મોટું પગલું જણાવી રહી છે. જ્યારે વિપક્ષના સાંસદોનું કહેવું છે કે, જો નવું બિલ પસાર થશે તો દેશમાં વકફ સંપત્તિઓને લઈ કાયદેસરની પ્રક્રિયાઓ બદલાઈ જશે. આમાં સંપત્તિઓના નિરીક્ષણ, સંપાદન અને સરકારી દખલની શક્યતાઓ વધી શકે છે.