વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના બે દિવસના પ્રવાસે છે. બિહારના કારાકાટમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ પહેલગામ હુમલાને યાદ કર્યો હતો અને Operation Sindoor માટે સેનાનો આભાર માન્યો હતો.
Operation Sindoor બાદ બિહારમાં આપેલુ વચન પૂર્ણ થયું- PM મોદી
'પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો. આપણા નિર્દોષ નાગરીકો માર્યા ગયા, આ જઘન્ય આતંકી હુમલાના એક દિવસ બાદ હું બિહાર આવ્યો હતો અને મેં બિહારની ધરતી પરથી દેશને વચન આપ્યુ હતું. બિહારની ધરતી પર આંખમાં આંખ મિલાવી કહી દીધુ હતુ કે આતંકના આકાઓના ઠેકાણાઓને માટીમાં ભેળવી દેવામાં આવશે.બિહારની ધરતી પર કહ્યું હતું કે, તેમને કલ્પના કરતા પણ મોટી સજા મળશે.આજે જ્યારે હું બિહાર આવ્યો છું તો પોતાના વચનને પૂર્ણ કર્યા બાદ આવ્યો છું.'
ભારતની તાકાત દુશ્મનોએ જોઇ- PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું, 'હું આજે બિહારની ધરતી પરથી કહેવા માંગુ છું કે Operation Sindoorમાં ભારતની જે તાકાત દુશ્મને જોઇ છે પરંતુ દુશ્મન સમજી લે કે આ તો અમારા સર્કરનું માત્ર એક તીર છે. આતંકવાદ વિરૂદ્ધ ભારતની લડાઇ ના રોકાઇ છે ના રોકાશે. જો આતંકવાદ ફરીથી માથું ઉંચકશે, તો ભારત તેને તેના ખાડામાંથી બહાર કાઢીને કચડી નાખશે.'
PM મોદીએ શું કહ્યું હતું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના બાદ બિહાર પહોંચ્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, આતંકીઓને એવી સજા મળશે જેની કલ્પના પણ નહીં કરી હોય. PM મોદી 24 એપ્રિલે બિહારના મધુબનીમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.આ કાર્યક્રમ પહેલગામ હુમલાના બે દિવસ બાદ યોજાયો હતો. અહીંથી વડાપ્રધાન મોદીએ આતંકીઓને કડક મેસેજ આપ્યો હતો.
પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના થયા હતા મોત
જમ્મુ કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ હિન્દૂઓને તેમના ધર્મ પૂછીને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાનો બદલો ભારતે 15 દિવસમાં પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કરીને Operation Sindoor દ્વારા લઇ લીધો છે.