દિલ્હી લિકર પૉલિસી મામલે મંગળવારે (21 મે) દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે અરજી પર સુનાવણી કરતા 14 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. હવે તેના પર ચુકાદો સંભળાવ્યો છે. પહેલા નિચલી કોર્ટે તેમની કસ્ટડી વધારી દીધી અને હવે દિલ્હી હાઈકોર્ટથી પણ મનીષ સિસોદિયાને જામીન ન મળ્યા. દિલ્હી હાઈકોર્ટ દ્વારા કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશથી ટ્રાયલ કોર્ટના અધિકાર પર અસર નથી કરતું. તેને મેરિટના આધારે જ નિર્ણય લેવાનો હતો. માત્ર ટ્રાયલમાં વિલંબ જામીનનો આધાર ન બની શકે.

