
હમદર્દ રુહ અફઝા અંગે યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા કરાયેલી ટિપ્પણીનો વિવાદ વકરતો જઇ રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે બાબા રામદેવને ટકોરતા કહ્યું કે, બાબા રામદેવ બેકાબૂ થઇ ગયા છે. તે પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે.
કોર્ટે બાબા રામદેવને અવમાનનાના દોષિત ઠેરવ્યાં
અગાઉ કોર્ટે હમદર્દના રુહ અફઝા અંગે વિવાદિત શરબત જેહાદ વાળી ટિપ્પણી મામલે બાબા રામદેવને કોર્ટની અવમાનનાના દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આદેશ કર્યો હતો કે ભવિષ્યમાં હમદર્દની પ્રોડક્ટ અંગે બાબા રામદેવને કોઈ નિવેદન ન આપે અને વીડિયો પણ શેર ન કરે.
જસ્ટિસ બંસલ અગાઉ પણ થયા હતા લાલઘૂમ
જસ્ટિસ અમિત બંસલે ગુરુવારે જણાવ્યું કે કોર્ટના 22 એપ્રિલના આદેશ છતાં રામદેવે વાંધાજનક નિવેદનની સાથે વીડિયો પણ શેર કર્યો હતો. આ બંને કૃત્ય કોર્ટની અવમાનનના માની શકાય. હવે આ મામલે નોટિસ જારી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોર્ટે અગાઉ મંગળવારે કહ્યું હતું કે હમદર્દના રુહ અફઝા અંગે બાબા રામદેવની શરબત જેહાદ સંબંધિત વિવાદિત ટિપ્પણીએ અંતરાત્માને હચમચાવી નાખી હતી. કોર્ટે તેને અક્ષમ્ય કૃત્ય ગણાવ્યું હતું. જેના બાદ યોગ ગુરુએ આશ્વાસન આપ્યું હતું કે હું આનાથી સંબંધિત કોઈપણ ઓનલાઇન કન્ટેન્ટને ડિલીટ કરી દઈશ.