હરિયાણાના હિસારમાં PM મોદીએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન PM મોદીએ વકફ બોર્ડ કાયદાને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ કોઇ મુસ્લિમને પાર્ટીના અધ્યક્ષ બનાવે. Waqf Law નો ઇમાનદારીથી ઉપયોગ થયો હોત તો મારા મુસ્લિમ નવયુવાનોએ સાઇકલના પંચર બનાવીને જીંદગી ના વિતાવવી પડતી. આ કાયદાથી મુઠ્ઠીભર ભૂમાફિયાઓનું જ ભલું થયું છે.
જો વકફ કાયદો સાચો હોત તો મુસ્લિમોએ પંચર ન બનાવ્યા હોત: PM MODI
મોદીએ કહ્યું કે, દેશભરમાં Waqf Law ના નામે લાખો હેક્ટર જમીન છે. આ જમીન થકી ગરીબ, લાચાર મહિલાઓ અને બાળકોને ફાયદો થવો જોઈતો હતો. જો આજે તેનો પ્રામાણિકપણે ઉપયોગ થયો હોત તો મુસ્લિમોને સાયકલના પંચર બનાવવાની નોબત ના આવત. આનો ફાયદો ફક્ત જમીન માફિયાઓને જ થયો. આ કાયદા દ્વારા જમીન માફિયાઓ ગરીબોની જમીન લૂંટી રહ્યા હતા.
આદિવાસીની જમીનને હાથ પણ નહીં લગાવી શકે
સેંકડો વિધવા મુસ્લિમ મહિલાઓએ ભારત સરકારને પત્રો લખ્યા, ત્યારે જ સરકારે આ ફેરફાર કર્યો. અમે ખૂબ સારું કામ કર્યું છે. અમે આ વકફ કાયદામાં બીજી જોગવાઈ કરી છે. Waqf Law નવા કાયદા હેઠળ ભારતના કોઈપણ ખૂણામાં કોઈપણ આદિવાસીની જમીન કે કોઈપણ આદિવાસીના ઘરને આ વક્ફ બોર્ડ સ્પર્શ કરી શકશે નહીં.
PM મોદીએ કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકર અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન ના આપ્યો. કેન્દ્રમાં ભાજપ સમર્થિત સરકાર સત્તામાં આવી ત્યારે તેમને ભારત રત્ન મળ્યો. હરિયાણાની ભાજપ સરકાર પણ સામાજિક ન્યાય અને ગરીબ કલ્યાણના માર્ગને સતત મજબૂત બનાવી રહી છે. તમે બધા જાણો છો કે હરિયાણામાં સરકારી નોકરીઓની સ્થિતિ શું હતી. લોકો કહેતા હતા કે જો તમારે નોકરી મેળવવી હોય તો કોઈ નેતા સાથે હાથ મિલાવો. નોકરી માટે પિતાની જમીન અને માતાના ઘરેણાં પણ વેચાતા હતા, પરંતુ આપણી નાયબ સિંહ સૈનીની સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે.