ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા પહેલ કરી રહ્યું છે. જેની માટે અમદાવાદમાં ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહેલા સ્ટેડિયમની કામગીરી પણ લગભગ પૂર્ણ થવાના આરે છે. ભારતે સત્તાવાર રીતે 2036 ઓલિમ્પિકની યજમાની કરવા નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડના લુઝાનમાં મંગળવારે ભારતીય પ્રતિનિધિમંડળે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના અધિકારીઓની મુલાકાત કરી ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ સત્તાવાર રીતે રજૂ કર્યો હતો.

