
ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા. પાકિસ્તાનના ત્રણ લડાકુ વિમાનો ધ્વસ્ત થયા, જ્યારે અનેક ડ્રોન હવામાં જ નાશ કરી દેવાયા. આ બધું શક્ય બન્યું ભારતના બે સુપરહીરોના કારણે. ભારત પાસે બે શક્તિશાળી હવાઈ રક્ષણ પ્રણાલીઓ છે - આકાશ મિસાઈલ સિસ્ટમ અને S-400. આ બે સાધનોની મદદથી જ ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને નિષ્ફળ કર્યા.
ઉલ્લેખનીય છે કે ભારતે 7 મેના રોજ પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર હેઠળ અનેક આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કરવામાં આવ્યા, પરંતુ આકાશ અને S-400ની મદદથી પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને નષ્ટ કરવામાં આવ્યા. આ પછી ભારતની આ એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ ચર્ચામાં છે. ચાલો જાણીએ કે આ આકાશ મિસાઈલ સિસ્ટમ શું છે, તે કેવી રીતે કામ કરે છે, અને કેવી રીતે તેણે પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે નષ્ટ કર્યા?
આકાશ મિસાઈલ સિસ્ટમ
આકાશ મિસાઈલ સિસ્ટમ તેને ભારતનો દેશી સુપરહીરો કહેવામાં આવે છે. આકાશ એ ભારતની પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જે DRDO (ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા) દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને BDL અને BEL દ્વારા બનાવવામાં આવી છે. તેને આકાશમાં દુશ્મનના હવાઈ હુમલાઓને રોકવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. દુશ્મનનું ફાઇટર જેટ હોય, ડ્રોન હોય કે મિસાઇલ, આકાશ તેને આંખના પલકારામાં નષ્ટ કરી દે છે.
આકાશ મિસાઈલ સિસ્ટમ કેટલી દૂર સુધી વાર કરી શકે?
ભારતની આકાશ-1 25 થી 45 કિમીના અંતરે અને 18 કિમીની ઊંચાઈએ પ્રહાર કરી શકે છે. તેવી જ રીતે, તેનું અપગ્રેડેડ વર્ઝન આકાશ-NG 70-80 કિમી સુધી પ્રહાર કરી શકે છે. તેની સુપરસોનિક ગતિ આશરે 3500 કિમી/કલાક છે જે દુશ્મનને પણ ભેદી નાખે છે.
સ્માર્ટ રડાર: આ સિસ્ટમ સ્માર્ટ રડારથી સજ્જ છે જે 150 કિમી દૂર 64 લક્ષ્યોને શોધી શકે છે અને એકસાથે 12 મિસાઇલોને માર્ગદર્શન આપી શકે છે. આ રડાર દુશ્મનને શોધવામાં માસ્ટર છે. આ મિસાઇલમાં સ્માર્ટ ગાઈડેન્સ છે, જે તેને છેલ્લી ઘડીએ પણ લક્ષ્યને લૉક કરવામાં મદદ કરે છે.
આકાશ મિસાઈલ સિસ્ટમ ગમે ત્યાં લઈ જઈ શકાય છે
ભારતીય સેનાની વાયુ સંરક્ષણ પ્રણાલી આકાશ મિસાઈલ સિસ્ટમને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. LoC હોય કે પંજાબ સરહદ, તેને ટ્રક કે ટેન્ક જેવા વાહનો પર લોડ કરીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. આકાશનું 82% ઉત્પાદન ભારતમાં થાય છે અને તે મેક ઇન ઇન્ડિયાનો સુપર સ્ટાર છે.
શું-શું નષ્ટ કરી શકે છે?
ભારતનું આકાશ પાકિસ્તાનના JF-17 જેવા ફાઇટર જેટ, તુર્કીના TB2 અથવા ચીનના CH-4 જેવા ડ્રોન અને બાબર જેવા ક્રુઝ મિસાઇલોનો નાશ કરી શકે છે. જેનું હાલમાં જ આપણે ઉદાહરણ પણ જોયું. 2020 માં એક પરીક્ષણમાં, આકાશે એક સાથે 10 ડ્રોનને તોડી પાડ્યા.
વિશ્વભરના આકાશ મિસાઇલ સીસ્ટમનું નામ
આકાશ હવે આખી દુનિયામાં પ્રખ્યાત છે. આકાશને 2022 માં આર્મેનિયાએ ભારત પાસેથી ખરીદી હતી. આ સોદો $720 મિલિયનમાં થયો હતો. બ્રાઝિલ, ઇજિપ્ત અને યુએઈ પણ તેને લેવાનું વિચારી રહ્યા છે. આ બતાવે છે કે આપણી સ્વદેશી વ્યવસ્થા કેટલી વિશ્વસનીય છે.