
ભારતીય નૌસેનાની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. આ વાયરલ પોસ્ટમાં નૌસેનાએ કહ્યુ કે Mission Ready, Anytime, Anywherem AnyHow. કેટલાક દિવસ પહેલા પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ ભારતીય નૌસેનાની આ પોસ્ટ વાયરલ થઇ છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે અને ત્રણેય સેનાને એલર્ટ પર રાખી છે. આ વચ્ચે ભારતીય નૌસેનાએ આ પોસ્ટ કરી છે.
નૌસેનાએ બતાવી દીધો પોતાનો ઇરાદો
પોતાની પોસ્ટમાં નૌસેનાએ લખ્યુ કે Power in Unity;Presence with Purpose. આ સાથે જ ઇન્ડિયન નેવીએ કેટલાક એવા ટેગ્સનો પણ ઉપયોગ કર્યો છે જે બતાવી રહ્યાં છે કે નૌસેના દરેક મિશન માટે તૈયાર છે. નૌસેનાએ લખ્યુ કે Mission Ready, Anytime, Anywhere,AnyHow. આ સિવાય ઇન્ડિયન આર્મી અને એરફોર્સ તરફથી આવી પોસ્ટ સામે આવી છે. આ કારણે સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર ગરમ છે. કહેવામાં આવે છે કે ભારત સર્જિકલ અને એરસ્ટ્રાઇક બાદ હવે નૌસેના તરફથી કોઇ સ્ટ્રાઇક કરવામાં આવશે?
ભારત સરકાર અને ત્રણેય સેનાઓ વચ્ચે સતત બેઠક થઇ રહી છે. ખુદ PM મોદી તેની અધ્યક્ષતા કરી રહ્યાં છે. પીએમ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક્શન જરૂર લેવામાં આવશે. આતંકીઓને કલ્પના નહીં કરી હોય તેવી સજા આપવામાં આવશે.