
1971 પછી પ્રથમ વખત ઈન્ડિયન નેવીનો પાકિસ્તાન પર ઘાતક હુમલો કર્યો છે.ભારતીય નેવીએ પાકિસ્તાનના કરાચી પોર્ટને તબાહ કરી દીધું છે. નેવીએ સમુદ્ર હુમલામાં કરાચી પોર્ટ પર એક પછી એક તાબડતોડ મિસાઈલોથી હુમલો કર્યો છે. આ હુમલામાં કરાચી પોર્ટને તબાહ કરી નાખ્યું છે. પહેલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાનમાં વધેલા તણાવ વચ્ચે ભારતીય નેવીએ પ્રથમ વખત INS વિક્રાંતને અરબ સાગરમાં તૈનાત રાખ્યું છે.
INS વિક્રાંતને અરબ સાગરમાં તૈનાત રાખ્યું
આ નૌકાદળના સ્ટ્રાઈક જહાજને કારવાર કિનારા નજીક તૈનાત કરવામાં આવ્યું હતું. તેના સ્ટ્રાઈક ગ્રુપમાં એરક્રાફ્ટ કેરિયર, ડિસ્ટ્રોયર, ફ્રિગેટ્સ, એન્ટી-સબમરીન યુદ્ધ જહાજો અને અન્ય સપોર્ટ જહાજોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, ભારતની ત્રણેય સેનાઓએ સાથે મળીને પહેલા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ત્યારબાદ એવું લાગે છે કે પાકિસ્તાને યુદ્ધ કરવાનો નિર્ણય લીધો છે, જેનો સેનાઓ યોગ્ય જવાબ આપી રહી છે.