ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવવાના હેતુસર 52 મિલિટરી સેટેલાઇટ્સ તરતા મૂકવાનો અતિ મહત્વનો નિર્ણય કર્યો છે. આ તમામ 52 મિલિટરી સેટેલાઈટ્સ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ISRO) દ્વારા તૈયાર થશે. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ અનિલ ચૌહાણે આ માહિતી મનોહર પર્રિકર ઇન્સ્ટિટયુટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલીસીસ(નવી દિલ્હી)માં યોજાયેલા સમારોહમાં આપી છે.

