
પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ કાશ્મીર બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ આતંકી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 26 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ છે. ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આતંકી હુમલા બાદ સરકાર એક્શનમાં
આતંકી હુમલા બાદ સરકાર એક્શનમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામમાં ઘટનાસ્થળની સમીક્ષા કરશે. બીજી તરફ PM મોદી પણ સાઉદી અરબનો પ્રવાસ ટુંકાવીને ભારત પરત ફર્યા છે.
PM મોદીની અધ્યક્ષતામાં બેઠક
પહેલગામ હુમલાને લઇને દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં સાંજે 6 વાગ્યે CCSની બેઠક મળશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત કેટલાક ટોચના અધિકારી હાજર રહેશે.