Home / India : Mother-in-law arrested for eloping with son-in-law before marriage

લગ્ન પહેલા જમાઈ સાથે ભાગી ગયેલી સાસુની ધરપકડ, પુત્રીના લગ્નની તારીખે જ ઝડપાયા

લગ્ન પહેલા જમાઈ સાથે ભાગી ગયેલી સાસુની ધરપકડ, પુત્રીના લગ્નની તારીખે જ ઝડપાયા

દીકરીના લગ્નના દસ દિવસ પહેલા જમાઈ સાથે ભાગી ગયેલી સાસુની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. બંને ફરાર થઈ ગયા બાદ પોલીસ તેમને શોધી રહી હતી. બંનેના મોબાઈલ બંધ હોવાથી કંઈ જાણી શકાયું નહીં. મંગળવારે જ્યારે જમાઈએ તેનો ફોન ચાલુ કર્યો, ત્યારે પોલીસે તેના સ્થાન પર દરોડો પાડ્યો. બુધવારે બંનેને નેપાળ સરહદ પરથી ઘેરાબંધી બાદ ધરપકડ કરવામાં આવી હતી. યોગાનુયોગ બંનેની ધરપકડ તે જ દિવસે કરવામાં આવી હતી જે દિવસે પુત્રીના લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શિવાની હજુ પણ આઘાતમાં છે

અલીગઢના મડરાકની રહેવાસી શિવાનીના લગ્ન દાદોનના રાહુલ સાથે થયા હતા. 16 એપ્રિલે લગ્ન થવાના હતા પરંતુ શિવાનીની 38 વર્ષીય માતાને તેના 20 વર્ષીય જમાઈ સાથે પ્રેમ થઈ ગયો. બંને કલાકો સુધી સતત મોબાઈલ પર વાતો કરવા લાગ્યા. શિવાનીના લગ્નની તારીખના દસ દિવસ પહેલા એટલે કે ૬ એપ્રિલે તેની માતા તેના થનારા જમાઈ રાહુલ સાથે ઘરેથી ઘરેણાં અને રોકડ રકમ લઈને ભાગી ગઈ. પરિવારના સભ્યોએ પોલીસને બંનેને શોધવાની અપીલ કરી. સાસુ પોતાના જમાઈ સાથે ભાગી ગયાનું સાંભળતા બધા ચોંકી ગયા. માતા તેના થનારા પતિ સાથે ભાગી જવાથી પુત્રીની હાલત પણ વધુ ખરાબ થઈ ગઈ. શિવાની હજુ પણ આઘાતમાં છે.

 બંને જણા ક્યાં ગયા તે જાણી શકાયું નહોતું

આ ઘટનાની જેમ જેમ ચારેકોર ચર્ચાઓ વધી તેમ તેમ પોલીસ પર બંનેને શોધવાનું દબાણ પણ વધતું ગયું. સાસુ અને જમાઈ બંનેના મોબાઈલ ફોન બંધ હોવાથી પોલીસને લોકેશન ટ્રેસ કરવામાં તકલીફ પડી હતી. બંને ચોક્કસ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હતા, પરંતુ તે બંને જણા ક્યાં ગયા તે જાણી શકાયું નહોતું. 

પોલીસ તેમને દાદોન પોલીસ સ્ટેશન લઈ ગઈ

દરમિયાન મંગળવારે જ્યારે જમાઈએ કોઈ કારણોસર  મોબાઈલ ફોન ચાલુ કર્યો ત્યારે પોલીસને તેમનું લોકેશન ખબર પડી ગયું. પોલીસ ટીમે તાત્કાલિક તે સ્થળે પહોંચી ગઈ. સચોટ માહિતી મળતાં જ બંનેની નેપાળ સરહદ નજીક ધરપકડ કરવામાં આવી. પોલીસ તેમને દાદોન પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. બંનેને મદ્રક પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવશે. આ એક સંયોગ છે કે પુત્રીના લગ્ન 16 એપ્રિલના રોજ નક્કી થયા હતા અને આ બંનેની એ જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી.

દીકરીનો જીવ બરબાદ થતો બચી ગયો- પિતા

શિવાનીના પિતા જીતેન્દ્રએ કહ્યું કે, ચોક્કસપણે કહું તો એક રીતે આ સારું થયું કે મારી દીકરીનું જીવન બરબાદ થવાથી બચી ગયું. જો શિવાનીએ રાહુલ સાથે લગ્ન કર્યા હોત, તો તેનું જીવન બરબાદ થઈ ગયું હોત. શિવાની હજુ પણ આઘાતમાં છે. ઘરમાં રાખેલી લગ્ન કંકોત્રી જોઈને તે ગુસ્સે થઈ જાય છે. તેણીને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેની પોતાની માતા તેના ભાવિ ભરથાર સાથે ભાગી ગઈ છે.

તેણે એમ પણ કહ્યું કે, હવે મેં પણ મારી પત્ની સાથેના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. તે હવે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. બસ એક વાર મારી સામે આવી જાય. ઘરમાંથી જે 5 લાખ રૂપિાયના ઘરેણા અને 3 લાખ રૂપિયા રોકડા લઈને ભાગી છે તે અમને પાછા આપી દે.

Related News

Icon