
26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ પૈકીના એક તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ આજે ભારત લાવવામાં આવી રહ્યો છે. અજમલ કસાબ પછી તહવ્વુર રાણા 26/11 હુમલાનો બીજો ગુનેગાર છે જેને જીવતો પકડવામાં આવ્યો છે.
દિલ્હી પહોંચ્યા પછી રાણાને NIA મુખ્યાલયના ઉચ્ચ સુરક્ષા સેલમાં રાખવામાં આવશે. જ્યાં ફક્ત 'સ્પેશિયલ 12' અધિકારીઓને જ પ્રવેશની મંજૂરી છે. , જેમાં DG NIA સદાનંદ દાતે, IG આશિષ બત્રા, DIG જયા રોય જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. જો કોઈ અન્ય અધિકારી ત્યાં જવા માંગતા હશે તો તેમણે પહેલા મંજૂરી મેળવવી પડશે.
રાણા માટે પૂછપરછ સેલ તૈયાર
રાણાને લાવવા માટે એક ખાસ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાણા દિલ્હી પહોંચતાની સાથે જ તેને સીધો NIA ની કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે. અહીં એક પૂછપરછ સેલ પહેલેથી જ તૈયાર છે. રાણાની પૂછપરછ દરમિયાન, તેને 26/11 ના હુમલા સાથે સંબંધિત ઘણા નક્કર પુરાવા બતાવવામાં આવશે. જેમાં વૉઇસ રેકોર્ડિંગ, ફોટા, વિડિયો ફૂટેજ અને ઇમેઇલનો સમાવેશ થાય છે.
આ બધા પુરાવા ડેવિડ હેડલી અને રાણા વચ્ચેના કાવતરાને વધુ સ્પષ્ટ કરી શકે છે. આ પુરાવા રાણાની પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથેની સંડોવણી અને પાકિસ્તાની સેના અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથેના તેના સંબંધો વિશે વધુ માહિતી મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાણા અને હેડલી વચ્ચે ઊંડી સાંઠગાંઠ
રાણા એક સમયે પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. તેણે જ ઇમિગ્રેશન કન્સલ્ટન્સી વ્યવસાય થકી મુંબઈમાં રેકી કરીને આતંકવાદીઓને મદદ કરી હતી. આ રેકી પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી દ્વારા કરવામાં આવી હતી, જે હાલમાં યુએસની જેલમાં છે.
NIA ડોઝિયર મુજબ, 26/11 ના હુમલા પહેલા હેડલી ભારતની આઠ વખત મુલાકાત કરી ચૂક્યો છે. આ દરમિયાન રાણાના સંપર્કમાં હતો અને હેડલી અને રાણા વચ્ચે 231 વખત ફોન થયા છે.
પહેલી મુલાકાત દરમિયાન: ૩૨ કોલ્સ
બીજી મુલાકાત દરમિયાન: 23 કોલ્સ
ત્રીજી મુલાકાત દરમિયાન: 40 કોલ્સ
પાંચમી મુલાકાત દરમિયાન: ૩૭ કોલ્સ
છઠ્ઠી મુલાકાત દરમિયાન: ૩૩ કોલ્સ
આઠમી સફર દરમિયાન: ૬૬ કોલ