Home / India : PM Modi pays tribute to Pahalgam martyrs in Bihar

બિહારમાં PM MODIએ પહલગામ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી, કરોડોના વિકાસ કાર્યોની ભેટ

બિહારમાં PM MODIએ પહલગામ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી, કરોડોના વિકાસ કાર્યોની ભેટ

બિહાર ચૂંટણી પહેલા કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવા પીએમ મોદી બિહારના મધુબની પહોંચ્યા છે. બિહારમાં સભાની શરૂઆત કરતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, મારી વાત શરુ કરતા પહેલા એક પ્રાર્થના કરું છું. કે તમારી જગ્યાએ બેઠા રહીને પહલગામ હુમલામાં જે પરિવાર જનોને આપણે ખોયા છે તેને શ્રદ્ધાંજલિ આપીશું. બધા પોતાની જગ્યાએ બેસીને મૌન રાખી તમારા આરાધ્ય દેવનું સ્મરણ  કરીને મૃતાત્માઓને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

PM નરેન્દ્ર મોદી 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારની મુલાકાતે છે. પીએમ મોદી મધુબની જિલ્લામાંથી દેશભરની પંચાયતી રાજ સંસ્થાઓ (PRI) અને ગ્રામ સભાઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદી ખાસ શ્રેણીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 પણ પ્રદાન કરશે. આ સમારોહ દરમિયાન પીએમ મોદી અનેક મોટા પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને તેનો શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે પંચાયતી રાજ દિવસ નિમિત્તે, આખો દેશ મિથિલા અને બિહાર સાથે જોડાયેલો છે.  આજે દેશ અને બિહારના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વીજળી, રેલ્વે અને માળખાગત સુવિધાઓના આ વિવિધ કાર્યો બિહારમાં રોજગારની નવી તકોનું સર્જન કરશે. છેલ્લા દાયકામાં પંચાયતોને સશક્ત બનાવવા માટે એક પછી એક પગલાં લેવામાં આવ્યા છે. ટેકનોલોજી દ્વારા પંચાયતોને પણ મજબૂત બનાવવામાં આવી છે.

દેશમાં 30 હજાર નવા પંચાયત મકાનો બનાવાયા: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના ઘણા દાયકાઓ પછી દેશને એક નવું સંસદ ભવન મળ્યું. એ સાથે દેશમાં 30 હજાર નવા પંચાયત ભવન પણ બનાવવામાં આવ્યા. અમારી સરકારે પંચાયતોને પૂરતું ભંડોળ મળે તેવા પ્રયાસો કર્યા છે. છેલ્લા 10 વર્ષમાં પંચાયતોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ મળ્યું છે. આ બધા પૈસા ગામડાઓના વિકાસમાં રોકાયા છે. છેલ્લા દાયકામાં 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે. ગામડાઓમાં ૫.૫૦ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યા છે. પંચાયતો ડિજિટલ થવાનો બીજો એક ફાયદો પણ છે. હવે તમે જન્મ મરણના દાખલા, જમીનના સાતબારના ઉતારા જેવા ઘણા દસ્તાવેજો સરળતાથી મેળવી શકો છો.

પહલગામ હુમલા બાદ પીએમ મોદીનો આ પહેલું જાહેર ભાષણ છે. આ કાર્યક્રમમાં તેઓ બિહારવાસીઓને અનેક ભેટ આપશે. અહીં તેઓ ગેસ વિદ્યુત અને રેલવે પ્રોજેક્ટના ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન બિહારમાં 13480 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 

આ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના ઘણા મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાજ્યના ગરીબ પરિવારોને પાકા મકાનોની ચાવીઓ પણ સોંપશે. ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી કહે છે કે પીએમ મોદી બિહારના 13 લાખ 24 હજાર ગરીબ પરિવારોને પાકા મકાનોની ચાવીઓ સોંપશે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.

 

Related News

Icon