
શુક્રવારે PM Modi બાબતપુર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ રન વે પર આવકારવા આવનારા વારાણસી પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને કલેક્ટર પાસેથી વારાણસી ગેંગ રેપ કેસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી. એરપોર્ટ ઉપર જ PM MODI આ કેસ અંગે ત્રણેય અધિકારીઓ સાથે અલગ-અલગ વાત કરતા જોવા મળ્યા. જણાવી દઈએ કે, વારાણસીમાં એક ૧૯ વર્ષની છોકરી પર ૨૩ છોકરાઓએ અલગ અલગ જગ્યાએ ૬ દિવસ સુધી ગોંધી રાખી વારાફરતી બળાત્કાર ગુજાર્યો. 29 માર્ચે છોકરીને તેનો એક મિત્ર લઈ ગયો હતો. જેણે તેની ઉપર સૌથી પહેલા બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ છોકરાઓ જગ્યા બદલતા રહ્યા અને સતત 6 દિવસ સુધી 23 છોકરાઓએ 19 વર્ષની છોકરીના શરીરને ચૂંથ્યું. આ ઘટનામાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની 50મી મુલાકાતે પહોંચ્યા છે. અહીં નિર્ધારિત સમય કરતાં 24 મિનિટ વહેલા કાશી પહોંચેલા પીએમ મોદીએ રનવે પર તેમનું સ્વાગત કરવા આવેલા પોલીસ અને પ્રશાસન એમ બંને કમિશ્નરો અને ડીએમ સાથે અલગથી આ કેસની માહિતી મેળવી હતી.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને તમામ ગુનેગારોને ઓળખવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સૂચનાઓ આપી છે અને અધિકારીઓને આ દિશામાં વ્યાપક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો પણ આદેશ આપ્યો છે.
પીડિત યુવતી પાંડેપુર વિસ્તારની રહેવાસી છે અને સ્પોર્ટ્સ કોલેજમાં પ્રવેશની તૈયારી કરી રહી હતી. પીડિતાની માતાએ કહ્યું કે તેની ગભરાયેલી પુત્રી રસ્તો ભૂલી ગઈ અને એક હેવાનથી છૂટીને ઘરે પહોંચવાની આશામાં તે બીજા હેવાનના હાથમાં જતી રહી. 29 માર્ચે તેની સખીના ઘરેથી પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં રાજ વિશ્વકર્મા નામનો મિત્ર મળ્યો. રાજ તેને લંકાના એક કાફેમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર કર્યો. ૩૦ માર્ચે સમીરે તેના પર બળાત્કાર ગુજાર્યો, ૩૧ માર્ચે આયુષ, સોહેલ, દાનિશ, અનમોલ, સાજિદ, ઝાહિદે રેપ કર્યો. આ પછી ૧ એપ્રિલે સાજિદે ચાર મિત્રો સાથે મળીને, ૨ એપ્રિલે રાજ ખાન (તેણીએ ના પાડી હોવાથી તેણે તેની પર બળાત્કાર ન કર્યો), ૩ એપ્રિલે દાનિશ, શોએબ અને અન્ય લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો. આ સમયગાળા દરમિયાન છોકરી બે વાર તેના મિત્રના ઘરે રહી હતી પરંતુ ઘરે પરત ફરતી વખતે તેને બીજા છોકરાએ ઉપાડી લીધી.