Home / India : Politics over 4% reservation for Muslims in Karnataka, BJP opposes

કર્ણાટકમાં મુસ્લિમોને 4 ટકા અનામત મુદ્દે રાજકારણ, કોંગ્રેસના પ્લાનનો ભાજપ દ્વારા વિરોધ

કર્ણાટકમાં મુસ્લિમોને 4 ટકા અનામત મુદ્દે રાજકારણ, કોંગ્રેસના પ્લાનનો ભાજપ દ્વારા વિરોધ

કર્ણાટક સરકાર ફરી એકવાર મુસ્લિમ અનામત પર રાજકારણ રમી રહી છે. સિદ્ધારમૈયાની સરકારે સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાની તૈયારી દર્શાવી છે. આ અનામત કર્ણાટક ટ્રાન્સપરન્સી ઈન પબ્લિક પ્રોક્યોરમેન્ટ્સ એક્ટમાં સંશોધન હેઠળ લાગુ કરવામાં આવશે. એક વર્ષ પહેલાં પણ આ પ્રકારના પ્રસ્તાવમાં વિવાદો અને તૃષ્ટિકરણનું રાજકારણ રમાઈ રહ્યા હોવાના આરોપો મૂકાતાં તેનો અમલ થઈ શક્યો ન હતો. પરંતુ હવે ફરી તેનું અમલીકરણ કરવા જઈ રહ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાજપે તૃષ્ટિકરણની રાજનીતિ ગણાવી

મુસ્લિમ અનામતના પ્રસ્તાવને ભાજપે તૃષ્ટિકરણની રાજનીતિ ગણાવી વિરોધ કર્યો છે, બીજી તરફ કોંગ્રેસે સામાજિક રૂપે પછાત સમુદાયોને ન્યાય આપવાનું પગલું દર્શાવ્યું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુસ્લિમ અનામતના આધારે અહિંદા (લઘુમતી, પછાત અને દલિત વર્ગ)નું સમર્થન એકત્ર કરવાની યોજના બનાવી છે. આ સમુદાયો કોંગ્રેસની મુખ્ય વોટ બેન્ક રહ્યા છે. જેના કારણે મુસ્લિમ અનામત મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે.

મુસ્લિમ અનામત પર સિદ્ધારમૈયાનો મોટો દાવ

કોંગ્રેસ સરકારે કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટ, 1999માં સુધારો કરીને સરકારી બાંધકામમાં મુસ્લિમોને 4 ટકા અનામત આપવાની યોજના બનાવી છે. સિદ્ધારમૈયા સરકારે વિધાનસભાના વર્તમાન બજેટ સત્રમાં આ સુધારો લાવવાની રણનીતિ બનાવી છે. આના દ્વારા જ અનામતનો અમલ કરવામાં આવશે. કર્ણાટકના નાણા વિભાગે તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે અને કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે સુધારાને મંજૂરી આપી દીધી છે.

SC-ST સમુદાયના કોન્ટ્રાક્ટર માટે 24 ટકા અનામત

કર્ણાટકમાં અત્યાર સુધી SC-ST સમુદાયના કોન્ટ્રાક્ટર માટે 24 ટકા અનામત ઉપલબ્ધ છે. આ સિવાય OBC કેટેગરી-1 માટે 4 ટકા અને OBC કેટેગરી-2A માટે 15 ટકા અનામતની જોગવાઈ છે. આ રીતે સરકારી કોન્ટ્રાક્ટમાં 43 ટકા અનામત આપવામાં આવી રહી છે. જો સિદ્ધારમૈયા સરકાર મુસ્લિમ સમુદાય માટે 4 ટકા અનામત લાગુ કરે છે, તો સરકારી કોન્ટ્રાક્ટમાં કુલ અનામત વધીને 47 ટકા થઈ જશે.

કર્ણાટકમાં મુસ્લિમોની મોટી વોટબેન્ક

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અગાઉના કાર્યકાળમાં સરકારી કોન્ટ્રાક્ટમાં SC/ST કોન્ટ્રાક્ટરોને અનામત આપવાનું પગલું ભર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, મુખ્યમંત્રીએ OBC વર્ગોને સરકારી કોન્ટ્રાક્ટમાં અનામત આપવાની વ્યવસ્થા પણ કરી હતી. હવે સિદ્ધારમૈયા સરકારી બાંધકામના કોન્ટ્રાક્ટમાં મુસ્લિમ સમુદાયને 4 ટકા અનામત આપવાનો મુદ્દો ઉઠાવવા જઈ રહ્યા છે. આ રીતે દલિત અને પછાત વર્ગ બાદ કર્ણાટકમાં મોટી વોટબેન્ક ગણાતા મુસ્લિમોના સમીકરણને ઉકેલવાની રણનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ તેને સામાજિક ન્યાય કહી રહી છે, જેના પર ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે.

ભાજપે વિરોધ નોંધાવ્યો

મુસ્લિમ અનામત પર, ભાજપના ધારાસભ્ય બસનગૌડા પાટીલ યતનાલે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર લઘુમતી તુષ્ટિકરણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી રહી છે. આ પ્રકારનું અનામત બંધારણ વિરોધી છે. ભાજપના ધારાસભ્ય વાય ભરત શેટ્ટીએ પણ કહ્યું કે કોંગ્રેસ તેની મુસ્લિમ વોટ બેન્કને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમની તુષ્ટિકરણની રાજનીતિના કારણે રાજ્યની કાયદો અને વ્યવસ્થાનો ભોગ લેવાયો છે. હવે તેઓ તેને નષ્ટ કરવા જઈ રહ્યા છે.

Related News

Icon