Home / India : Pune Bridge Collapsed: 10 to 15 people were dragged into the river when an old bridge collapsed in Pune

Pune Bridge Collapsed: પૂણેમાં જૂનો બ્રિજ ધરાશાયી થતા 25થી 30 લોકો નદીમાં તણાયા, 4નાં મોત

Pune Bridge Collapsed: પૂણેમાં જૂનો બ્રિજ ધરાશાયી થતા 25થી 30 લોકો નદીમાં તણાયા, 4નાં મોત

Pune Bridge Collapsed: મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો બ્રિજ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 10થી 15 લોકો તણાયા હોવાના અહેવાલો મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો હતો. જેમાં 10થી 15 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ બ્રિજ પર ઉપસ્થિત હતાં. ઘટના પુણેના માવલ તાલુકાની છે. જ્યાં આવેલું કુંદમાલા એ પ્રચલિત પ્રવાસન સ્થળ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોલીસે અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રજાનો દિવસ (રવિવાર) હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળ સ્તર વધ્યું હોવાતી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતાં. પરંતુ અચાનક બ્રિજ તૂટી પડતાં લોકો તણાયા હતાં.

 

ત્યંત જૂનો હતો બ્રિજ
કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો બ્રિજ અત્યંત જૂનો હતો. રવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક બ્રિજ તૂટી પડ્યો હતો. હજુ બચાવ કામગીરી ચાલુ છે.

BIG BREAKING: પૂણેમાં બ્રિજ ધરાશાયી થતાં 25થી 30 લોકો નદીમાં તણાયા હોવાની આશંકા 2 - image

Related News

Icon