
લોકસભા વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ Pahalgam આતંકવાદી હુમલાના ઘાયલો અને પીડિત પરિવારોની મુલાકાત કરી. જમ્મુ-કાશ્મીર પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે સરકાર દ્વારા આતંકવાદ સામે લેવામાં આવતી કોઈપણ કાર્યવાહીને સમર્થન આપવા તૈયાર છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું, "હું અહીં શું થઈ રહ્યું છે તે જાણવા અને મદદ કરવા આવ્યો છું. જમ્મુ અને કાશ્મીરના તમામ લોકોએ આ ભયાનક કાર્યવાહીની નિંદા કરી છે અને તેમને આખા દેશનું સમર્થન છે. હું ઘાયલ થયેલા લોકોમાંથી એકને મળ્યો છું."
https://x.com/ANI/status/1854773575926136893">
https://twitter.com/ANI/status/1915707687280484551
આ લડાઈમાં આખો દેશ એક સાથે ઉભો છેઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, “અમારી લાગણી અને સ્નેહ તે બધા લોકો પ્રત્યે છે જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. હું ઇચ્છું છું કે આખી દુનિયાને ખબર પડે કે આખો દેશ એક સાથે ઉભો છે. ગઈકાલે અમે સરકાર સાથે બેઠક કરી હતી અને સંયુક્ત વિપક્ષે આ આતંકી હુમલાની સખત નિંદા કરી છે. અમે કહ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈપણ પગલાંને અમે સમર્થન આપવા તૈયાર છીએ. આ ઘટના પાછળનો વિચાર સમાજને વિભાજીત કરવાનો, ભાઈને ભાઈ સામે ઉભો કરવાનો છે. આવા સમયે દરેક ભારતીય એક થાય, સાથે ઉભા રહે તે જરૂરી છે. જેથી આપણે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને નિષ્ફળ બનાવી શકીએ.
https://twitter.com/ANI/status/1915706222029795511
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આતંકવાદીઓના પ્રયાસોને હરાવવા માટે દરેક ભારતીયો એક થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક લોકો આપણા ભાઈઓ અને બહેનો પર હુમલો કરી રહ્યા છે તે જોઈને દુઃખ થાય છે. જે કંઈ પણ થયું તેની પાછળનો હેતુ સમાજને વિભાજીત કરવાનો છે. હું ઘાયલ થયેલા એક પીડિતને મળ્યો છું, તેમજ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ મનોજ સિંહાને પણ મળ્યો છું. તેમણે મને શું ઘટના બની તેની જાણ કરી અને મેં બંનેને ખાતરી આપી કે હું અને મારી પાર્ટી તેમને સંપૂર્ણ સમર્થન આપીશું."