
Rain in Delhi: દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વાદળ છવાયેલા રહેવાની અને વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી વ્યwક્ત કરી છે. જ્યારે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે.
Rain in Delhi: દિલ્હી-એનસીઆરમાં ગત રોજથી આકાશમાં વાદળો છવાયેલા છે. જેથીવાતાવરણમાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આકાશમાં વાદળ છવાયેલા રહેવાની આગાદી દર્શાવી છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વાવાઝોડું અને વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે. જ્યારે દેશના દક્ષિણ તેમજ દક્ષિણ પશ્ચિમના
રાજ્યોમાં ધોધમાર વરસાદ યથાવત્ છે.
દિલ્હી એનસીઆરમાં હવામાનમાં અચાનક આવેલા ફેરફારથી લોકોને ગરમી અને તડકાથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મે મહિનો વિદાય લેવા જઈ રહ્યો છે અને જૂનની શરૂઆત ભારે વરસાદ સાથે થશે. હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ રાજ્યો કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. ઉત્તરપૂર્વ અને દક્ષિણપશ્ચિમ રાજ્યોમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. દરમિયાન, દેશના બાકીના ભાગોમાં લોકો ચોમાસાની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.
દિલ્હી-હરિયાણા અને યુપીમાં ચેતવણી અપાઈ
હવામાન વિભાગે દિલ્હી અને તેના પાડોશી રાજ્યોમાં હવામાનમાં ફેરફાર થતાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, હવામાનમાં આ ફેરફાર પશ્ચિમી વિક્ષેપને કારણે હોવાનું માનવામાં આવે છે. પશ્ચિમી વિક્ષેપની અસર દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપીમાં જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ધૂળના તોફાનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના હવામાનમાં પણ આ ફેરફારો જોઈ શકાય છે.
પંજાબ, હરિયાણા સિવાય રાજસ્થાનના ઘણા જિલ્લામાં વરસાદની સાથે ભારે પવન ફુંકાવાની આશંકા છે. વરસાદ પડતા તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. જ્યારે લોકોને કાળઝાળ ગરમીથી થોડા દિવસ માટે રાહત મળી શકે છે. પૂર્વ રાજસ્થાનના ઘણા જિલ્લામાં લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની છે.
હવામાન બદલતા ગરમીમાં ઘટાડો નોંધાયો
દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાન 36થી 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. જ્યારે વાવાઝોડું અને વરસાદનું એલર્ટ યથાવત્ બાદ લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે. લોકોને પોતાના ઘરોમાં રહેવા કહેવાયું છે. જો કે, મેની જેમ જૂનમાં પણ હવામાન પલટી શકે છે. હવામાન વિભાગ અનુસાર, દેશની રાજધાનીમાં ચોમાસું 20 જૂન સુધી આવવાની શક્યતા છે.