હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો કહેર સતત ચાલુ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 24 ક્લાકમાં વરસાદે રાજ્યમાં ભારે વિનાશ સર્જ્યો છે. 16 સ્થળોએ વાદળ ફાટવાનાં કારણે ત્રણ સ્થળોએ અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે લગભગ પાંચ લોકોના મોત થયા છે. વરસાદ પછી સર્જાયેલી પરિસ્થિતિના કારણે અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે. તેમજ લગભગ 34 લોકો ગુમ છે, જેમાંથી 11 લોકો પાણીમાં તણાઈ ગયા છે.

