લોકસભા ચૂંટણીમાં ભાજપને યુપી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભારે ઝટકો લાગ્યો હતો. આ રાજ્યોમાં ભાજપને થયેલા નુકસાન પાછળનું એક કારણ અનામતનો મુદ્દો હતો. હવે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થોડાક જ મહિનાઓમાં યોજાવાની છે. આ દરમિયાન વિપક્ષે ફરી એક વાર અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે અને જાતિગત ક્વોટાને 50 ટકાથી વધુ કરવાની માંગ કરી છે. હાલ સુપ્રીમ કોર્ટના ઐતિહાસીક ચુકાદાના પગલે જાતિગત અનામતમાં 50 ટકાની સીમા લાગુ થાય છે. જો કે, પાછલા દિવસોમાં કોંગ્રેસે આ સીમા હટાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ બાદ હવે શરદ પવારે પણ ક્વોટા લિમિટ હટાવવાની માંગ કરી કોંગ્રેસને સમર્થન આપ્યું છે.

