
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ જાતિગત વસ્તીગણતરીને લઇને કડક વલણ અપનાવતા કહ્યું કે તેનો ઉપયોગ 'રાજકીય હથિયાર' તરીકે ના થવો જોઇએ. સુત્રો અનુસાર, સંઘે કેન્દ્ર સરકારના દશકીય વસ્તી ગણતરી સાથે જાતિ આધારિત ગણતરી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી પરંતુ આ મુદ્દા પર સતર્કતા અને સંવેદનશીલતા વ્યક્ત કરી છે.
ઐતિહાસિક રીતે, RSS જાતિના આધારે વિભાજન અને ભેદભાવનો વિરોધ કરે છે.જોકે, સંગઠન માને છે કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટેના ક્વોટામાં પેટા વર્ગીકરણ અથવા ક્રીમી લેયર જેવી જોગવાઇઓ લાગુ કરતા પહેલા તમામ હિસ્સેદારો સાથે "પરામર્શ અને સર્વસંમતિ" હોવી મહત્ત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવત વચ્ચેની મુલાકાતના એક દિવસ પછી લેવામાં આવ્યો છે, જે આ મુદ્દા પર સંઘની સર્વસંમત્તિ દર્શાવે છે.
જાતિ સબંધિ મુદ્દા રાષ્ટ્રીય એકતા માટે મહત્ત્વપૂર્ણ
RSS પોતાની સામાજિક સમરસતા મુહિમ હેઠળ હિન્દૂ સમાજને એકજુટ કરવાની દિશામાં કામ કરતું રહ્યું છે. સંગઠનનું કહેવું છે કે જાતિગત વસ્તી ગણતરીને રાજકીય એજન્ડાના રૂપમાં ના જોવું જોઇએ. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેરળના પલક્કડમાં RSSના મુખ્ય પ્રવક્તા સુનીલ આંબેકરે કહ્યું હતું કે જાતિ સબંધિ મુદ્દા સંવેદનશિલ છે અને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે મહત્ત્વપૂર્ણ છે. RSSના પ્રવક્તાએ ભાર આપતા કહ્યું, 'તેને ઘણા સંવેદનશીલતા સાથે સંભાળવું જોઇએ, ના કે ચૂંટણી કે રાજકીય આધાર પર.'
જાતિગત વસ્તીગણતરીની માંગ પર આંબેકરે સ્પષ્ટ કર્યું હતું કે RSSને જાતિ ડેટા સંગ્રહ પર કોઇ આપત્તિ નથી.
જાતિગત વસ્તી ગણતરીની માંગણી પર, આંબેડકરે સ્પષ્ટતા કરી હતી કે RSS ને જાતિગત માહિતી એકત્રિત કરવા સામે કોઈ વાંધો નથી, જો તે તે સમુદાયો અને જાતિઓના કલ્યાણ માટે હોય જે પછાત છે અને ખાસ ધ્યાન આપવાની જરૂર છે. "આ ડેટા અગાઉ પણ એકત્રિત કરવામાં આવ્યો છે... પરંતુ તેનો ઉપયોગ ફક્ત તે સમુદાયોના કલ્યાણ માટે થવો જોઈએ, ચૂંટણી રાજકારણના હથિયાર તરીકે નહીં."