Home / India : Shashi Tharoor took a selfie with Piyush Goyal

શશિ થરૂરે પીયુષ ગોયેલ સાથે સેલ્ફી ખેંચી, કોંગ્રેસ નેતાએ ભાજપના વખાણ કરતા ગરમાયું રાજકારણ

શશિ થરૂરે પીયુષ ગોયેલ સાથે સેલ્ફી ખેંચી, કોંગ્રેસ નેતાએ ભાજપના વખાણ કરતા ગરમાયું રાજકારણ

કોંગ્રેસ સાથે વધી રહેલા તણાવના અહેવાલો વચ્ચે કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી છે. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથેનો એક સેલ્ફી પણ શેર કરી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે. તેમનો આ ફોટો ભારત-બ્રિટન વેપાર કરાર પર ચર્ચા બાદનો છે. પોસ્ટમાં શશિ થરુર પીયૂષ ગોયલની સાથે હસતાં નજર આવી રહ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શશિ થરુરે પોસ્ટમાં લખ્યું, 'બ્રિટનના વેપાર અને વેપાર રાજ્ય સચિવ જોનાથન રેનૉલ્ડ્સની સાથે તેમના ભારતીય સમકક્ષ, વાણિજ્ય અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં તેમને વાતચીત કરીને સારું લાગ્યું. લાંબા સમયથી રોકાયેલી એફટીએ ચર્ચા ફરીથી શરૂ થઈ ગઈ છે, જે સ્વાગત યોગ્ય છે.'

કોંગ્રેસને શશિ થરુરની વાત ખટકી

તેમની આ પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. આ પોસ્ટ થરુરની તરફથી કેરળની શાસક સીપીએમ નીત વામ લોકતાંત્રિક મોર્ચા સરકારની નીતિઓની પ્રશંસા કર્યા બાદ કોંગ્રેસ અને તેમની વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ બાદ આવી છે.

શશિ થરુરે આપી સ્પષ્ટતા

કોંગ્રેસના નેતૃત્વ વાળી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ છે. વામ સરકાર હેઠળ રાજ્યના વિકાસની પ્રશંસા કરવા બદલ શશિ થરુરની ટીકા કરવામાં આવી હતી. થરુરે રાજ્યના વિકાસના અમુક પાસા વિશે સકારાત્મક વાતો કહી હતી. બાદમાં તેમણે સ્પષ્ટ કર્યું કે 'મે હકીકતમાં સીપીએમના વખાણ કર્યા નહોતા પરંતુ મે માત્ર સ્ટાર્ટઅપ ક્ષેત્રે કેરળની પ્રગતિને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો.'

ભાજપમાં જોડાઈ શકે છે કોંગ્રેસ નેતા!

શશિ થરુરની તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણની પણ ટીકા થઈ. તેમણે કહ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પોતાના કરતાં સારા નેગોશિએટર ગણાવ્યા છે તો આ ખુશીની વાત છે. તે બાદથી કોંગ્રેસના શશિ થરુરના વલણે અત્યારે પાર્ટીની ચિંતા વધારી દીધી છે. કોઈ કહી રહ્યું છે કે શશિ થરુર સીપીએમમાં જઈ શકે છે તો અમુક લોકો ભાજપ જોઈન કરવાની અટકળો લગાવી રહ્યાં છે.


Icon