
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો હતો જેમાં 26 લોકોના મોત થયા છે. પહેલગામ આતંકી હુમલો કરનારા 3 આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે.
પહેલગામ હુમલા પર મોટો ખુલાસો, એકથી સાત એપ્રિલ સુધી આતંકીઓએ કરી હતી રેકી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા પર મોટો ખુલાસો થયો છે. આતંકીઓએ રેકી બાદ ઘટનાને અંજામ આપ્યો હતો. કહેવામાં આવે છે કે હુમલાને અંજામ આપવામાં છ આતંકી સામેલ હતા. મળતી માહિતી અનુસાર હુમલાખોરોએ એકથી સાત એપ્રિલ સુધી વિસ્તારની રેકી કરી હતી. સુરક્ષાદળોને ઘટનાસ્થળેથી થોડા દૂર નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ મળી છે. માનવામાં આવે છે કે આતંકીઓએ તેનો ઉપયોગ કર્યો હોઇ શકે છે. TRF કમાન્ડર સૈફુલ્લાહે હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.
પ્રવાસીઓ પર આતંકી હુમલામાં 26 લોકોના મોત
પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં 26 લોકોના મોત થયા છે. સેનાની વર્ધીમાં આવેલા આતંકીઓએ પહેલગામની બૈસારન ઘાટીમાં પ્રવાસીઓને પહેલા તેમનો ધર્મ પૂછ્યો અને પછી ગોળી મારી હતી. 26 મૃતકોમાં 3 ગુજરાતીના પણ મોત થયા છે જ્યારે 2 વિદેશી નાગરિક પણ સામેલ છે.