
દેશની સૌથી વડા એવી સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એક વિવાદાસ્પદ ચુકાદા પર સ્વતઃ નોંધ લીધી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, માત્ર સ્તન પકડવાથી અને પાયજામાની દોરી ખેંચવાથી દુષ્કર્મનો ગુનો નહીં માનવામાં આવે. જસ્ટિસ બી.આર. અને જસ્ટિસ ઑગસ્ટિન જોર્જ મસીહની ખંડપીઠ આ કેસની સુનાવણી બુધવારે હાથ ધરશે.
અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
અલ્હાબાદ હાઈકોર્ટે ગત 17 માર્ચે આપેલા પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે, માત્ર સ્તન પકડવા અને પાયજામાની દોરી ખેંચવી દુષ્કર્મની કેટેગરીમાં નહીં આવી જતો. આ ગુનો કોઈ મહિલાને નિર્વસ્ત્ર કરવા અથવા તેને નગ્ન થવા માટે મજબૂર કરવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળપ્રયોગના વર્ગમાં આવે છે. જો કે, આ ચુકાદાની દેશભરમાં ટીકાઓ થઈ રહી છે. જેને સુપ્રીમ કોર્ટે વચમાં આવીને સુનાવણી કરવાની નોબત આવી છે.