Home / India : The name of the Chief Minister of Delhi is final announcement Soon

દિલ્હીમાં મુખ્યમંત્રીનું નામ ફાઇનલ! આ તારીખે થઇ શકે છે જાહેરાત

દિલ્હીમાં મુખ્યમંત્રીનું નામ ફાઇનલ! આ તારીખે થઇ શકે છે જાહેરાત

દિલ્હીમાં નવી સરકારની રચનાને લઇને ભાજપે તૈયાર શરૂ કરી છે. પાર્ટી સુત્રો અનુસાર મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે તે બાદ તરત જ શપથગ્રહણ સમારંભની તારીખ ફાઇનલ કરી દેવામાં આવશે. પાર્ટીના સુત્રોએ જણાવ્યું કે 16 ફેબ્રુઆરીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી શકે છે. આટલું જ નહીં મુખ્યમંત્રીના ચહેરા પર PM મોદીની ફાઇનલ મંજૂરી મળ્યા બાદ 18 ફેબ્રુઆરીએ શપથગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવી શકે છે. શપથગ્રહણ સમારંભ સ્થળને લઇને કેટલીક જગ્યાની ચર્ચા ચાલી રહી છે. સંભાવના છે કે દિલ્હીના મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ રામલીલા મેદાનમાં યોજાઇ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

16 ફેબ્રુઆરીએ ધારાસભ્ય દળની બેઠક

સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના બે દિવસીય પ્રવાસ સમાપ્ત કરીને નવી દિલ્હી પરત ફરશે તે બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવા માટે સુપરવાઇઝર નિયુક્ત કરાશે. સુત્રોએ જણાવ્યું કે 16 ફેબ્રુઆરીએ પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક મળી શકે છે જેમાં મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ રાખવામાં આવશે અને તે બાદ પાર્ટીના સીનિયર નેતા દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરશે.

18 ફેબ્રુઆરી સુધી શપથ લઇ શકે છે નવી સરકાર

પાર્ટીના સુત્રોએ જણાવ્યું કે દિલ્હીમાં નવી સરકારનો શપથગ્રહણ સમારંભ 18 ફેબ્રુઆરીએ આયોજિત થઇ શકે છે. શપથગ્રહણ સમારંભનું આયોજન કઇ જગ્યાએ થશે તેને લઇને હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, પાર્ટીના સુત્રોએ સંકેત આપ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રીની ચૂંટણી ધારાસભ્યોમાંથી જ કરવામાં આવશે.

મંત્રીઓની કવાયત પૂર્ણ

ભાજપના સુત્રોએ સંકેત આપ્યો છે કે વડાપ્રધાન મોદીના સ્વદેશ પરત ફરતા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. મંત્રીઓને લઇને કવાયત પૂર્ણ થઇ ગઇ છે અને હવે ટોચનું નેતૃત્ત્વએ નિર્ણય લેવાનો બાકી છે. સુત્રોનું કહેવું છે કે મંત્રીઓને લઇને પણ યાદી લગભગ તૈયાર છે. દિલ્હીની નવી સરકારમાં તમામ વર્ગ અને સમુદાયોને પ્રતિનિધિત્ત્વ આપવામાં આવશે.

મુખ્યમંત્રીની રેસમાં કોણ કોણ સામેલ

ભાજપે કોઈપણ દિગ્ગજ નેતાના ચહેરા વિના જ દિલ્હીમાં જીત મેળવી હતી. દિલ્હીમાં મુખ્યમંત્રી માટે અરવિંદ કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્માની પસંદગી થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. આ સિવાય ભાજપ નેતા સતિશ ઉપાધ્યાય, આશિષ સુદ અને જિતેન્દ્ર મહાજનનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં સામેલ છે. વિજેન્દ્ર ગુપ્તાને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી સંભાવનાઓ નિષ્ણાતો આપી રહ્યા છે. 

ભાજપ દિલ્હીમાં મહિલાને મુખ્યમંત્રી બનાવીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા નારી સશક્તીકરણનો સંદેશ પણ આપી શકે છે. આ ચૂંટણીમાં ભાજપની ચાર મહિલા ધારાસભ્ય ચૂંટાઇને આવી છે જેમાં શાલીમાર બાગ બેઠક પરથી રેખા ગુપ્તા, ગ્રેટર કૈલાશથી શિખા રાય, વજીરપુરથી પૂનમ શર્મા અને નજફગઢથી નીલમ પહેલવાનનું નામ સામેલ છે જેમાંથી ગ્રેટર કૈલાશથી શિખા રાય અને શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તા મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ છે.

 

Related News

Icon